દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામેથી પોલીસે રૂા.દોઢ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી : બે જણાની અટકાયક : કુલ રૂા.૨,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામેથી પોલીસે રાત્રીની નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એક સુમો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૧,૫૦,૦૦૦ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૨,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી જુનના રોજ સંજેલી તાલુકાના ભાણપુર ગામે પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી. રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ એક સુમો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી પોલીસને જાેઈ પોતાની ગાડી ભગાવી હતી. પોલીસને આ ગાડી ઉપર શંકા જતાં ફિલ્મી ઢબે સુમો ગાડીનો પીછો કર્યાે હતો અને તોડે દુર જઈ ગાડીને ઝડપી પાડી તેના ચાલક સહિત બે જણા (૧) નાનુભાઈ સુક્રમભાઈ ભુરીયા (રહે. બીલવાણી (લીમડી), તા.સંજેલી, જિ.દાહોદ) (૨) ગીરીશબાઈ મગનભાઈ પરમાર (રહે. લીમડી, તળાવ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) બંન્ને જણાની અટકાયત કરી સુમો ગાડીની અંદર તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો જંગી માત્રામાં કબજે કરી હતી. આ વિદેશી દારૂના જથ્થા ગણતરી કરતાં દોઢ લાખનું હોવાનું સામે આવ્યું હતું અને ગાડીની કિંમત મળી કુલ રૂા.૨,૨૦,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી સંજેલી પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.