ધાનપુર તાલુકાના નાકટી ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને એક યુવકે તેના ભાઈની મદદથી અપહરણ કરી લઈ જતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૨૪
ધાનપુર તાલુકાના નાકટી ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને એક યુવકે તેના ભાઈની મદદથી એક્ટીવા ગાડી પર સવાર થઈ આવી સગીરાને બળજબરીપુર્વક એક્ટીવા પર બેસાડી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
નાકટી ગામે વેડ ફળિયામાં રહેતાં કલ્પેશભાઈ મગનભાઈ ડાયરા ગત તા.૧૪મી માર્ચના રોજ તેનો ભાઈ રાજુભાઈ મગનભાઈ ડાયરાને સાથે લઈ નાકટી ગામે આવ્યો હતો. ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ, ભણાવી, પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી તેણીને પોતાના કબજાની એક્ટીવ પર બળજબરીપુર્વક બેસાડી તેના ભાઈની મદદથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

