સંજેલી નજીક એસટી બસને અકસ્માત નડ્યો : સંજેલી ગોધરા થી સંજેલી તરફ આવતી એસ.ટી બસ રોડની સાઇડમાં ઉતરી રસ્તામાં ફસાઈ જતા મુસાફરો અટવાયા

દાહોદ તા.25

પંચમહાલ જિલ્લાના ગોધરા થી સંજેલી તરફ જતી એસટી બસ સંજેલી નજીક કામોલ ઘાટીમાં રોડની સાઇડમાં ઉતરી રસ્તામાં ફસાઈ જતા બસના બે વહીલ જમીનમાં ધસી જતા બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરો અટવાયા હતા. આ બનાવમાં એક મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે આ ઘટનામાં સદ્દભાગ્યે મોટી જાનહાની બનતા ટળી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે આજરોજ ૨૪ જૂને ગુરૂવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાથી સંજેલી તરફ જવા નીકળેલી એસટી બસ વણઝારીથી આગળ નાલાની વચ્ચે કામોલ ઘાટીમાં બસ રસ્તા પહોળો કરવાની કામગીરી ચાલતી હોય રસ્તાની સાઈડો માં વરસાદ પડતા કાચા કામના લીધે બસ ફસાઈ ગઈ હતી. જેમાં અચાનક જ બસ રસ્તાની મુખ્ય સાઇડ ઉપર ઉતરી જતા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા અને ગભરાઈ ગયા હતા . સદ્નસીબે કોઈ જાનહાની હવા પામી ન હતી . ત્યારે બસને રસ્તામાં ફસાઈ જતા મુસાફરો દ્વારા અન્ય વાહનનો સહારો લઇ અને સંજેલી માટે આવા રવાના થવું પડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: