દાહોદ તાલુકાના રામપુરા ગામનો બનાવ : અજાણ્યા વાહનના ચાલકે એક ૧૩ વર્ષીય બાળકીને અડફેટમાં લેતાં બાળકીનું મોત
દાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના રામપુરા ગામે એક અજાણ્યા વાહનના ચાલકે એક ૧૩ વર્ષીય બાળકીને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં બાળકીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું સારવાર દરમ્યા મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૩મી જુનના રોજ રામપુરા ગામે બસ સ્ટેશનની પાસે રૂપાખેડા ગામે રહેતાં મનુભાઈ કાળીયાભાઈ ડામોરની ૧૩ વર્ષીય પુત્રી સરસ્વતીબેન મનુભાઈ કાળીયાભાઈ તેના સ્વજન સાથે ચાલતી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ ૧૩ વર્ષીય સરસ્વતીબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં સરસ્વતીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ સરસ્વતીબેનનું મોત નીપજતાં આ સંબંધે તેના પિતા મનુભાઈ કાળીયાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.