દાહોદ જિલ્લામાં ૩૫ જેટલા પોલીસ કર્મચારીઓ વય મર્યાદાના કારણે આજે નિવૃત થયાં
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં અંદાજે ૩૫ જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં પીએસઆઈ જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વિગેરે વય મર્યાદાના કારણે આજરોજ નિવૃત થયાં હતાં.
દાહોદ જિલ્લાના ગરબાડાના ૦૧ પીએસઆઈ, દેવગઢ બારીઆના ૦૨ પીએસઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ સહિત અન્ય વિભાગના મળી કુલ ૩૫ પોલીસ કર્મચારીઓ પોતાના કાર્યકાળમાં લાંબી ફરજ બજાવી વય મર્યાદા પુર્ણ થતાં જિલ્લાના ૩૫ જેટલા પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ પરથી નિવૃત થયાં હતાં. દાહોદ જિલ્લાના જે તે પોલીસ વિભાગમાં નિવૃત થતાં પોલીસ કર્મચારીઓએ નિવૃત કર્મચારીઓને શુભેચ્છા પાઠવી વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

