આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો


(જી.એન.એસ.)શ્રીનગર,તા.૪
જમ્મુમાં તાજેતરમાં થયેલા ડ્રોન આતંકવાદી હુમલા બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારના ડ્રોન અથવા અન્ય માનવરહિત હવાઈ વાહનો રાખવા પર પ્રતિબંધ હશે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે જેમની પાસે પણ આવા ઉપકરણો છે, તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે. કઠુઆ અને રાજાૈરી જિલ્લામાં પણ આવા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા.
શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ મોહમ્મદ આઈજાઝે તેના આદેશમાં જણાવ્યું છે કે એસએસપીની ભલામણો બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રોન અથવા સમાન યુએવીએસને રાખવા/વેચાણ/ સંગ્રહ કરવા, ઉપયોગ કરવા અથવા પરિવહન પર પ્રતિબંધિત રહેશે. સરકારી વિભાગો કે જે ડ્રોનનો ઉપયોગ કરે છે તેઓએ આવું કંઇક કરતા પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી આવશ્યક છે.
૨૭ જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા પછી ઘણા દિવસો સુધી ડ્રોન જાેવા મળતા રહ્યા. ૨ જુલાઈએ જમ્મુના આર્નીયા સેક્ટરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ પાકિસ્તાની તરફથી આવતા ક્વાડકોપ્ટર પર ગોળીબાર કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ડ્રોન હુમલાની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: