સંજેલી પુષ્પસાગર તળાવમાં ડૂબી જવાથી બે માસુમ બાળકોના મોત.પરિવારમાં શોકનું માતમ

સંજેલી ખાતે આવેલ પુષ્પસાગર તળાવ રમતા રમતા ઢોરોની સાથે તળાવમાં પડતા ડૂબી જવાથી માસૂમ કોમળ જેવા ભાઈ બહેનના મોત ની જાણ થતા લોકટોળા ઉમટ્યા પરિવારમાં મોતનો માતમ છવાયો.

સંજેલી ખાતે આવેલી પુષ્પસાગર તળાવ રવિવારના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ રિતેશભાઈ જયંતીલાલ સોની અને તેમની પત્ની તેમજ તેમના બે બાળકો સાથે તળાવ કિનારે આવેલા ખેતરમાં હતા તે દરમ્યાન બન્ને ભાઈ બહેનો ઢોરોની પાછળ ફરતા હતા ત્યારે ઢોર તળાવમાં કૂદતાં તેની પાછળ બન્ને ભાઈબહેનોએ પણ કૂદકો લગાવી દીધો હતો.ત્યારે થોડી વાર બાદ માતા પિતાને અને બંને બાળકો જોવા ન મળતાં તપાસ હાથ ધરતા તે દરમ્યાન ઢોરો તળાવ માં પાણીમાં હતાં. તે અંદાજ મારી બાળકો પણ તળાવમાં જ હશે તે રીતે શોધખોળ આદરી હતી ભારે જહેમત બાદ પુત્રી ધ્રુતીબેન ઉંમર વર્ષ ૯ અને પુત્ર જયનિશ ઉમર ૭ બંને ભાઈ બહેન ના મૃતદેહ મળી આવતા માતા પિતા પર આભ તૂટી પડ્યું હતું જ્યારે પરિવારમાં એક ભાઈ અને એક બહેન હતાં અચાનક આજે પરિવારમાં ભાઈ બહેનોએ એક સાથે ડૂબી જવાથી મોત નિપજતા માતા પિતા બાળક વિનાના થયા . …

બન્ને ભાઈ બહેનો એક સાથે અર્થી ઉઠતા પરિવાર સહિત નગરમાં શોકનો માતમ છવાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: