ધાનપુર તાલુકાના નવાનગર ગામે તીરકામઠા, કોફણ જેવા હથિરા ઉઠળ્યાં : ૩૦ ઈસમોના ટોળા દ્વારા ભારે ધિંગાણું : જમીન સંબંધી અદાવતે ધિંગાણું મચાવ્યું : ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા : ટોળાએ રોકડ રૂપીયાની લુંટ પણ ચલાવી
દાહોદ તા.૦૫
ધાનપુર તાલુકાના નવાનગર ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગામમાં રહેતાં ૩૦ જેટલા માથાભારે ઈસમોના ટોળાએ રસ્તાની અદાવતે ગેરકાયદે મંડળી બનાવી એકસંપ થઈ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી, ચીચીયારીઓ કરી એક વ્યક્તિના ઘરે ટોળું ઘસી આવ્યું હતું અને ત્રણ જેટલા વ્યક્તિઓને તીરકામઠા વડે, લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડ્યાં બાદ ટોળાએ બોલેરો ગાડીના કાચ તોડી નાંખી ઘરમાં ટોળુ ઘુસી જઈ તોડફોડ કરી તેમજ ઘરમાંથી રોકડા રૂપીયા ૮૫,૦૦૦ની લુંટ ચલાવી ટોળાએ ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સંબંધે માથાભારે ટોળાના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
નવાનગર ગામે કદવાલ ફળિયામાં રહેતાં શંકરભાઈ હીરાભાઈ, હરસીંગભાઈ ધુળાભાઈ, ભરતભાઈ બદીયાભાઈ, અંજુભાઈ વલીયાભાઈ, ગોરધનભાઈ બદીયાભાઈ, ભુરાભાઈ મુળાભાઈ, આશીષભાઈ ગોરધનભાઈ, ધારૂભાઈ હરસીંગભાઈ, ઝાલુભાઈ હરસીંગભાઈ, શનુભાઈ હરસીંગભાઈ, સેતાનભાઈ સોમાભાઈ, ભારતાભાઈ મુળાભાઈ, કાળીયાભાઈ મુળાભાઈ, કલ્પેશભાઈ કાળીયાભાઈ, રાકેશભાઈ કાળીયાભાઈ, નબળાભાઈ હીરાભાઈ, સંજયભાઈ ઉર્ફે ચંદાભાઈ, સુનીલભાઈ નબળાભાઈ, વિજયભાઈ નબળાભાઈ, બદીયાભાઈ ધુળાભાઈ, હીરાભાઈ ધુળાભાઈ, દિનેશભાઈ દલાભાઈ, ઈનેશભાઈ દલાભાઈ, મુકેશભાઈદલાભાઈ, રાહુલભાઈ શંકરભાઈ, અજયભાઈ વલીયાભાઈ અને સમુલાભાઈ હીરાભાઈ તમામ જાતે ડામોરનાઓએ ગત તા.૦૪ જુલાઈના રોજ પોતાના ગામમાં રહેતાં પુનમભાઈ દેવલાભાઈ ડામોરના ઘરે રસ્તાની અદાવતે ગેરકાયદે મંડળી બનાવી હાથમાં તીરકામઠા, લાકડીઓ, પથ્થરો વિગેરે જેવા મારક હથિયારો સાથે ઉપરોક્ત ટોળું ઘસી આવ્યું હતું અને બેફામ ગાળો બોલી ટોળાએ ભારે ધિંગાણું મચાવી પુનમભાઈના ઘરે પથ્થર મારો કર્યાે હતો ત્યાર બાદ પુનમભાઈ તથા તેમના પરિવારજનોને લાકડીઓ વડે તેમજ ભારે તીર મારો કરતાં તીરમારામાં રાજુભાઈ મગનભાઈ ડામોરને પેટના ભાગે તીર વાગી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ ટોળાએ ગોફણોમાંથી પથ્થરો માર્યાં હતાં. ઘરના નળીયાની પણ તોડફોડ કરી ઘરના આંગણે પાર્ક કરેલ એક બોલેરો ગાડીના કાચ તોડી નુંકસાન પહોંચાડ્યું હતું. આ ટોળું પુનમભાઈના ઘરમાં ઘુસી જઈ ઘરમાં પણ સરસામાનની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાં બાદ ઘરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૮૫,૦૦૦ની લુંટ ચલાવી ભારે ધિંગાણું મચાવી ઉપરોક્ત ટોળું નાસી જતાં પંથકમાં આ ધિંગાણાના પગલે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ સંબંધે ઈજાગ્રસ્ત પુનમભાઈ દેવલાભાઈ ડામોરે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત ૩૦ ઈસમોના ટોળા વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી તમામના ધકપકડના ચક્રોગતિમાન કર્યાં છે.