દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે ૧૦ ઈસમો ટોળાએ એક ફોર વ્હીલર ગાડીને આંતરી લુંટ ચલાવતાં પંથકમાં ચકચાર મચી : મહિલાના સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૫૭,૫૦૦ની લુંટ
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે દશેક જેટલા ઈસમોએ એક ફોર વ્હીલર ગાડી ઉભી રાખી તેમાં સવાર મહિલા સહિત પુરૂષોને બાનમાં લઈ મહિલાઓ પહેરી રાખેલ સોના - ચાંદીના દાગી તેમજ પુરૂષો પાસેથી રોકડા રૂપીયા મળી કુલ રૂા.૫૭,૫૦૦ની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ સંબંધે લુંટારૂ પૈકી એકની ઓળખ થઈ જતાં તેની સામે નામ જાેગ ફરિયાદ નોંધાવતાં પોલીસે દશ ઈસમોના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેપુરા તાલુકાના શકવાડા ગામે હોળી ફળિયામાં રહેતાં દિનેશભાઈ બીજીયાભાઈ પારગી ગત તા.૦૪ જુલાઈના રોજ પોતાની બિમાર માતાને લઈ સારવાર કરાવી એક ફોર વ્હીલર ગાડીમાં તેઓ અને પોતાના પરિવારની મહિલાઓ સાથે ફોર વ્હીલર ગાડીમાં બેસી ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમ્યાન સાંજના સાતેક વાગ્યાના આસપાસ ડુંગરા ગામે રહેતાં ભરતભાઈ છગનભાઈ પારગી તથા તેની સાથે બીજા અજાણ્યા નવેક જેટલા ઈસમોના ટોળાએ ડુંગરા ગામે વલઈ નદી તરફ દિનેશભાઈની ફોર વ્હીલર ગાડી ઉભી રાખી હતી અન દશ જણા લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ગાડી તરફ ઘસી આવ્યાં હતાં અને સ્થાનીક ભાષા બોલતાં અંદાજ ૨૫ થી ૩૫ વર્ષના ઉંમરલા આ ઈસમોએ દિનેશભાઈ તથા તેમની સાથેના માણસોને માર મારી બાનમાં લીધા હતાં. લાકડીઓ વડે પણ માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. દશ ઈસમોના ટોળાએ રોકડા રૂપીયા ૨૫,૦૦૦ શર્મીલાબેને ગળામાં પહેરી રાખેલ દશ ગ્રામની ચેઈન કિંમત રૂા.૨૦,૦૦૦, કાનના સોનાના કાપ કિંમત રૂા.૧૦,૦૦૦, હાથમાં પહેરી રાખેલ ચાંદીનું ભોરીયું કિંમત રૂા.૨૫૦૦ એમ કુલ મળી ૫૭,૫૦૦ની સનસનાટી ભરી લુંટ ચલાવી ભરતભાઈ છગનભાઈ પારગી તથા તેમની સાથેના માણસો નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ દિનેશભાઈ છગનભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.