દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધનારપાટીયા ગામેથી એક ઈસમને દેશી હાથ બનાવટની બાર બોરની બંદુક તેમજ ૦૨ જીવતાં કારતુષ સાથે ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લા ધાનપુર તાલુકાના ધનારપાટીયા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની બાર બોરની બંદુક તેમજ બાર બોરના જીવતાં કારતુષ નંગ.૦૨ મળી કુલ રૂા.૧૦,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગત તા. ૦૬.૦૮.૨૦૨૧ના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે રામચંદભાઈ ઉર્ફે રામસીંગભાઈ હુમલાભાઈ મેડા (રહે. ધનારપાટીયા, મેડા ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ)ના ઘરે પોલીસે ઓચિંતો છાપો મારતાં રામચંદભાઈ ઉર્ફે રામસીંગભાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના ઘરની તલાસી લેતાં ઘરમાંથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલવાળી બાર બોરની બંદુક કિંમત રૂા.૧૦,૦૦૦ તથા ૦૨ જીવતાં કારતુષ કિંમત રૂા.૨૦૦ એમ કુલ મળી રૂા.૧૦,૨૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.