દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ દાહોદ શહેરમાં જનચેતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું : પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.8
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દાહોદ શહેરમાં પધાર્યા હતા. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ દાહોદ શહેરમાં જનચેતના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા. બપોર બાદ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન રેલી પણ યોજાઈ હતી.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ તારીખ ૮મી જુલાઇને ગુરુવારના રોજ સવારના 10:00 કલાકે દાહોદ શહેરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડીટોરીયમ (ટોપી) હોલ ખાતે દાહોદ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારે દસ થી બાર કલાકે વિસ્તૃત કારોબારીની મીટીંગ બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરના 12 થી 03 વાગ્યાના સમયગાળા દરમિયાન મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આશીર્વાદ ચોક, આંબેડકર ચોક, યાદગાર ચોક થઈ પેટ્રોલ પંપ પર રેલી પહોંચી હતી જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્રન્ટ,સેલ ડિપાર્ટમેન્ટની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી બાદમાં કોરોનામા મૃત્યુ પામેલ સ્વજનોની મુલાકાતે પણ કોંગ્રેસના અગ્રણીઓ સહીત કાર્યકરો પહોંચ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકર ભાઈ – બહેનો મોટી સંખ્યામાં આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.