દાહોદ તાલુકાના ટાંડા ગામે ૦૨ ફાઈનાન્સ કંપની કર્મચારીઓ લુંટાયાં : લુંટારૂઓ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૧.૮૦ લાખની મત્તા લુંટી ફરાર
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના ટાંડા ગામે ચકચારી બનાવ સામ આવ્યો છે જેમાં એક મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહેલાં બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને મોટરસાઈકલ પર આવેલ ત્રણ જેટલા અજાણ્યા ચોર ઈસમોએ ફાઈનાન્સ કંપની કર્મચારીઓને આંતરી તેઓને રોકી માર મારી તેઓની પાસેની બેગમાં ભરી રાખેલ કલેક્શનના રોકડા રૂપીયા ૧,૭૯,૨૨૨ તેમજ એક ટેબલેટ કિંમત રૂા.૧૫૦૦ મળી કુલ રૂા.૧,૮૦,૭૨૨ ની મત્તાની સનસનાટી ભરી લુંટ કરી લુંટારૂઓ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મુળ પંચમહાલના મોરવા હડફ તાલુકામાં તેમજ હાલ દાહોદ શહેરમાં ગોદીરોડ ખાતે તહા એપાર્ટમેન્ટમાં રહેતાં સર્જનસિંહ સબુરભાઈ બારીઆ તથા તેમની સાથે લોકેન્દ્રભાઈ એમ બંન્ને જણા એક ફાઈનાન્સ કંપનીમાં કામ કરી છે. ઉપરોક્ત બંન્ને જણા ગત તા.૦૭મી જુલાઈન રોજ ફાઈનાન્સ કંપનીના કલેક્શનના રોકડા રૂા.૧,૭૯,૨૦૦ લઈ દાહોદ તાલુકાના ટાંડા ગામેથી સાંજના પાંચેક વાગ્યા પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા ત્રણ જેટલા અજાણ્યા ચોર લુંટારૂઓએ સર્જનસિંહની મોટરસાઈકલને ઓવરટેક મારી બંન્નેને ઉભા રાખી લુંટારૂઓએ બંન્નને માર માર્યાે હતો અને તેઓની પાસેની રોકડા રૂપીયા ભરેલ ૧,૭૯,૨૨૨ની બેગ તેમજ એક ટેબલેટ કિંમત રૂા. ૧૫૦૦ મળી કુલ રૂા. ૧,૮૦,૭૨૨ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં આ સંબંધે લુંટનો ભોગ બનેલ સર્જનસિંગ સબુરભાઈ બારીઆએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.