દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓના ટેક્સ તેમજ વેરા માફ કરવામાં આવે તે માટે દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.9

આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફરી એકવાર પ્રજાનો અવાજ, પ્રજાની માંગ ને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો સુધી પોહચડવામાં આવ્યો, છેલ્લા ૧૮ મહિનાથી સમગ્ર દેશ- દુનિયા અને ગુજરાત માં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે દાહોદ નગર પણ તેનાથી બાકાત રહી શક્યુ નથી. આ કપરા સમયમાં જિલ્લામાં અને દાહોદ નગરપાલિકા હદમાં લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ઘણા સમય સુધી મર્યાદિત સમયગાળા માટે ધંધા રોજગાર માટે છૂટ મળતી હતી.
જેના કારણે વ્યાપારીઓ તેમજ નગરજનો આર્થિક રીતે પાયમાલ થયા છે. આથી દાહોદના નગરજનો અને વ્યાપારી વર્ગ ને આ કપરા સમયમાં રાહત આપવી એ નગરપાલિકા ની નૈતિક ફરજ બને છે.
આ અનુસંધાને દાહોદ નગરપાલિકા દ્વારા તમામ નગરજનો ને મિલકત વેરામાં ૫૦% તેમજ નગરપાલિકા હસ્તક દુકાનો નું ૩ મહિનાનું ભાડું માફ કરવામાં આવે એ માંગ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને દાહોદ પ્રાંત અધિકારી શ્રી ને આમ આદમી પાર્ટી દાહોદ ની આગેવાની માં દાહોદ નગરના વ્યાપારી મિત્રો અને દાહોદ નગરના જાગૃત નાગરિકો ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!