દાહોદ જિલ્લામાં ઘણા લાંબા સમયબાદ આજે દાહોદ જિલ્લામાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો બાદ આજે માત્ર કોરોનાનો એક કેસ નોંધાયો છે. થોડા દિવસો પહેલાંજ દાહોદ જિલ્લો કોરોના મુક્ત થયો હતો ત્યારે આજે માત્ર એક કેસ નોંધાતાં માત્ર આ એકજ કેસ એક્ટીવ કેસમાં સામેલ થયો છે.
આજે આર.ટી.પી.આર. અને રેપીટ ટેસ્ટના ૧૯૫૬ પૈકી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ એક પોઝીટીવ કેસ આર.ટી.પી.સી.આર.ના ૧૮૧૮ કેસમાંથી સામે આવ્યો છે તે પણ દાહોદ અર્બનમાંથી નોંધાયો છે. દાહોદ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોરોનાનો એક કેસ નોંધાતાં ફરીવાર કોરોના સામે તકેદારી રાખવાની જરૂરીયાત ઉભી થઈ છે. કોરોનાની ત્રીજી લહેરની પણ ચર્ચાઓ જાેરશોરથી ચાલી રહી છે અને તેની સામે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રએ પણ પુર્વ આયોજીત તૈયારીઓ આરંભી દીધી છે.