દાહોદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જાહેર સભા યોજાઈ
દાહોદ તા.૧૭
દાહોદ પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશરે પાંચ કલાક જેટલો સમય લઈ અત્રે એક જાહેરસભા સહિત કુલ ત્રણ મીટીંગોમાં હાજરી આપી ભાજપને વિજયી બનાવવા હાંકલ કરી હતી તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અંગે આકરા પ્રહારો કર્યા હતા.
અત્રેની જાહેરસભાને સંબોધી એક ખાનગી પાર્ટી પ્લોટમાં એકત્રીત વિવિધ સમાજના અને સંસ્થાઓના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યાે હતો તો વિવિધ સમાજ અને સંગઠનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. ગુજરાતમાં આવેલા વાવાઝોડા અંગે જણાવતા તેઓએ કહ્યુ હત કે, કુદરતી પ્રકોપને કારણે ગુજરાતના નવ લોકોના કરૂણ મોત નિપજ્યા તેઓ માટે કેન્દ્રની સરકારને મદદ કરવાનું આહ્વાન કરતાં દેશના વડાપ્રધાનએ તાત્કાલિક તમામ મરણ જનારને બે બે લાખની સહાય અન રાજ્ય સરકાર વતી પણ બે બે લાખની સહાય જાહેર કરતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ટ્વીટ કરી ગુજરાત માટે જે ટીપ્પણી કરી તે તેઓનું ગુજરાત વિરોધી માનસ છતુ કરતુ હોવાનું જણાવ્યુ હતુ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દેશના સર્વાેચ્ચ એવા રાષ્ટ્રપતિજી માટે જે વાત કહી છે તે નિંદનીય ગણાવી હતી. ગુજરાતમાં ચુંટણી હોઈ નરેન્દ્રભાઈએ દલીત રાષ્ટ્રપતિની નિમણુંક કરી હોવાનું અને એ થકી તેઓની દલિત વિરોધી નિતી છતી થતી હોવાનું જણાવ્યુ હતુ અને એક દલિત રાષ્ટ્રપતિ બને તે પણ કોંગ્રેસ સહન કરી ન શકતી હોવાનું જણાવ્યુ હતુ. અત્રેના દાઉદી વ્હોરા સમાજના એક કાર્યક્રમમાં વિજય રૂપાણીએ પોતાનો અને વ્હોરા કોમના નાતાને ઉજાગર કરી કોંગ્રેસ દ્વારા કેવી રીતે કોમને ગેરમાર્ગે દોરવામાં આવે છે તે વાત કરી જશવંતસિંહને જંગી બહુમતિથી વિજયી બનાવી વિજયનો જશ લેવાની વિનંતી કરી વેપારી કોમની પ્રમાલીકા તેમની સાદગી અને પહેરવેશ અંગે ખાસ જણાવ્યુ હતુ. દાઉદી વ્હોરા કોમના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કર્યુ હતુ મોટી સંખ્યામાં લોકો ઉપÂસ્થત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈએ જાહેરસભામાં નવજોતસીંઘ સિધ્ધુને પાકિસ્તાનના દલાલ ગણાવ્યા હતા અને તેઓની નૌટંકી અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા. દાહોદ ખાતે આશરે પાંચ કલાકનું રોકણ મુખ્યમંત્રીએ કર્યુ હતુ. આ દરમ્યાન અનેક સમાજ ના વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું ઼

