દાહોદ શહેરમાં એકજ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં એક મહિલા સહિત બે જણાએ અગમ્યકારણોસર આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ શહેરમાં ગતરોજ બે જુદી જુદી જગ્યાએ એક મહિલા સહિત બે જણાએ અગમ્યકારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લેતાં પંથકમાં એકજ દિવસમાં બે આત્મહત્યાના બનાવોને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આ બંન્ને આત્મહત્યાના બનાવોને પગલે અનેક શંકાકુશંકાઓ પણ વહેતી થવા માંડી છે.
આત્મહત્યાનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં આવેલ રામનગર રોડ ગોવિંદનગર ખાતે સમન્વય એપાર્ટમેન્ટમાં બનવા પામ્યો હતો જેમાં સાંજના ૦૬ વાગયાના આસપાસ આજ એપાર્ટમેન્ટમાં રહેતાં ૪૪ વર્ષીય અમીતકુમાર જયંતિભાઈ (દરજી) કાપડીયાએ પોતાના એપાર્ટમેન્ટવાળા મકાનમાં અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે લાશનો કબજાે મેળવી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દીધી હતી. આ સંબંધે ધર્મેશ ચંદ્રરકાંન્તભાઈ પરમાર (રહે. દરજી સોસાયટી, મંડાવાવ રોડ, દાહોદ) દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસે સી.આર.પી.સી.કલમ મુજબ અકસ્માત મોતના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો બીજાે બનાવ પણ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં ૧૨મી જુલાઈના રોજ ૦૫ વાગ્યાના આસપાસ શહેરમાં આવેલ જલવિહાર સોસાયટી, તીર્થ કોમ્પલેક્ષના મકાન નંબર ૨૦૨માં રહેતાં ૩૮ વર્ષીય સોનાલીબેન વિનયકુમાર શાહે અગમ્યકારણઓસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે દોડી ગયેલ પોલીસે મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો. આ સંબંધે મૃતક સોનાલીબેનના પતિ વિનયકુમાર નલીનકાંન્ત શાહ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જાેગ આપતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસે સી.આર.પી.સી. કલમ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.