દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાસવાણી ગામે એક નરાધમે ૧૧ વર્ષીય બાળા ઉપર બળાત્કાર ગુજારતાં ચકચાર મચી
દાહોદ તા.14
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાસવાણી ગામે ૧૧ વર્ષીય સગીરાને એક નરાધમે પીવાના પાણીના બહાને સગીરાનો ઘરમાં એકલતાનો લાભ લઈ તેની ઉપર બળાત્કાર ગુજારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તારીખ 26 મી માર્ચના રોજ મોટીવાસવાણી ગામે કટારા ફળિયામાં રહેતો ખુમાન ભાઈ નારૂભાઈ કલારાએ લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૧ વર્ષીય સગીરાને પાણી આપવા બોલાવી હતી. પાણી આપ્યા બાદ સગીરા ખાલી લોટો ઘરમાં મૂકવા ગઈ હતી ત્યારે સગીરાનો એકલતાનો લાભ લઇ ખુમાનભાઈએ સગીરાને બળજબરીથી પકડી તેણીની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારતાં આ સમગ્ર મામલે સગીરાએ પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ચાર મહિના સુધી પંચ રાહે નિકાલ ન થતાં અને સગીરાને તથા તેના પરિવારજનોને કચરાએ ન્યાય ન મળતા આખરે બળાત્કારનો ભોગ બનેલ સગીરાના પરિવારજનો પોલીસના દરવાજા ખટખટાવ્યા હતા. આ સંબંધે ગત તારીખ 13મી જુલાઇના રોજ સગીરાની માતા દ્વારા ખુમાનભાઈ નારૂભાઈ કલારા વિરુદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

