નેહરૂ યુવા મંડળના યુવાનો આંગણવાડીમાં કરી રહ્યાં છે સરગવાનું વાવેતર
દાહોદ તા.૧૭
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દાહોદના યુવા મંડળો અને રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો દ્વારા જિલ્લા યુવા અધિકારી શ્રી અજીત જૈનના માર્ગદર્શનમાં જીલ્લામાં યુવા મંડળોનાં નજીકની આંગણવાડીઓમાં સ્વયંસેવક તરીકે સરગવાના છોડનું વાવેતર કરાય રહ્યું છે.
સરગવાનાં ઔષધીય ફાયદા તેમજ સરગવાનાં પાન લોહી તત્વ વધારવામાં સહાયક હોયે તેના આવા અનેક સ્વાસ્થને લગતા ફાયદાઓ ધ્યાનમાં રાખીને આંગણવાડીમાં સરગવા વાવવા ખૂબ ફાયદાકારક રહેશે. આંગણવાડી કાર્યકતા આ સરગવાનો ઉપયોગ આંગણવાડી માટે કરી શકે છે અને શાકભાજીમાં અલગથી લાવવાની જરૂર રહેતી નથી.
તેમજ દરેક યુવા મિત્રો પોતાના ખેતરના શેઢે, ગ્રામ પંચાયત કે જાહેર જગ્યા પર તેમજ ગૌચરની જમીન પર વધુને વૃક્ષારોપણ કરીને દાહોદ જિલ્લાને હરિયાળો બનાવે તેમ નેહરૂ યુવા કેન્દ્રના યુવા અધિકારી શ્રી અજીત જૈને જણાવ્યું છે.