ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર, ૩૨૪૫ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યા : ઇતિહાસમાં પ્રથમવાર વિ.પ્રવાહનું ૧૦૦ % પરિણામ જાહેર ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ મ્૨ ગ્રેડ મેળવ્યો, સુરતમાં સૌથી વધુ એ – ૧ ગ્રેડના ૫૪૬ વિદ્યાર્થીઓ પાસ થયા
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૭
આજે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિણામમાં ૩૨૪૫ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીઓએ છ૨ ગ્રેડ મેળવ્યો છે. છ ગ્રૂપમાં ૪૬૬ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે મ્ ગ્રૂપમાં ૬૫૭ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ તેમની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ શાળાઓ જ પરિણામ જાેઈ શકશે અને વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.
અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ મ્૨ ગ્રેડ મેળવ્યો છે.
સુરતમાં છ૧ ગ્રેડમાં ૫૪૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સુરત શહેરની આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલના જ ૧૩૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. સુરતમાં છ૨ ગ્રેડમાં ૨૫૪૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સુરતમાંથી કુલ ૧૩,૭૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઇ૨ ગ્રેડમાં આખા રાજ્યમાં ૪ વિદ્યાર્થીઓ અને સુરતનો ૧ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં ગુજરાતી માધ્યમમાં ફક્ત બે વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ફક્ત બે વિદ્યાર્થીઓનું પરિણામ નબળુ સામે આવ્યું છે. આમ કુલ ચાર વિદ્યાર્થીઓનું સમગ્ર રાજ્યમાં પરિણામ નબળુ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ.૧૨ સાયન્સમાં કુલ ૧,૪૦,૩૬૩ વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં ૧,૦૭,૭૧૧ વિદ્યાર્થી નિયમિત છે જ્યારે ૩૨,૬૫૨ વિદ્યાર્થી રિપિટર્સ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિને જાેતા રાજ્ય સરકારે ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને પરિણામ જાહેર કરવા માટે એક નવી નીતિ જાહેર કરી હતી જે મુજબ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જાેકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ક્યાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે. હાલ ફક્ત શાળાઓ જ પરિણામ જાેઈ શકતી હોવાથી વિદ્યાર્થીને પોતાનું પરિણામ જાણવા માટે શાળાનો જ સંપર્ક કરવાનો રહેશે.
પરિણામથી અસંતોષ હોય તો ૧૫ દિવસમાં માર્કશીટ જમા કરાવવી
ધોરણ ૧૨ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર, પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.