આદિવાસી પરિવાર દ્વારા સામાજિક કાર્યકર્તા તેમજ કોરોના વોરિયર સમાજના હિતેચ્છુ એવા શ્રી કેતભાઈ બામણિયાનો સન્માન સમારોહ ઉજવાયો
રીપોર્ટર ગગન સોની
દાહોદ તા.૨૦
કોરોનાની ભયાનક બીજી લહેર વખતે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સિવાય જો દાહોદની કોઈ પણ હોસ્પિટલમાં દિવસ રાત, સવાર સાંજ સતત 2 મહિના સુધી જો કોઈ એક વ્યક્તિ નજરમાં આવી હોય તો મોં પર રૃમાલ બાંધી માથે ફાળિયું કહો કે કફન બાંધેલ, આંખોમાં સતત ઉજાગરાની અસર દેખાતી હોય છતાં એક અવાજ કે ફોન કોલ નો રિપ્લાઇ આપતા દેખાતા હોય તો એ દાહોદના સંપૂર્ણ સમર્પણ ભાવના વાળા કેતનભાઈ બામણીયા હતા.
આખા જિલ્લા ના આદિવાસી વિસ્તાર માંથી કે બીજા અન્ય નજીકના જિલ્લામાંથી તેમજ મધ્યપ્રદેશ કે રાજસ્થાન માંથી પણ જો કોઈ દર્દી દાહોદ ખાતે ની ઝાયડસ હોસ્પિટલ માં દાખલ થાય તો કેતનભાઈ ને પહેલા યાદ કરતા અને કેતનભાઈ ઉપર કોઈ અજાણ વ્યક્તિનો ફોન આવે તો પણ કેતનભાઈ દોડીને હોસ્પિટલ માં જઈ ને દર્દી ને દાખલ કરવાથી લઈને ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધીની તમામ લાઇઝનિંગ કરી ને જાણતા અજાણતા તમામ લોકો ની સેવા કરી.
જો કોઈ દર્દી નું કોરોના ના કારણે મરણ થયું હોઈ ને તેમની લાશ ને કોઈ અડવા તૈયાર ના થતું હોઈ એવા સંજોગોમાં પણ લાશ ને એમ્બ્યુલન્સ માં લઇ ને સ્મશાન માં જોડે જતા અને એક માનવ તરીકે ની ફરજ બજાવી મરણ પામેલ વ્યક્તિ ને પણ સેવા આપતા.
આવા મહાન વ્યક્તિ નું સમગ્ર આદિવાસી સમાજ તેમજ આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ તથા ભીલપ્રદેશ વિદ્યાર્થી મોર્ચા દ્વારા આદિવાસી સમુદાય નું પ્રતિક માંથા ઉપર પાઘડી પહેરાવી, ઝુલડી પહેરાવી, ગોફેણ બાંધી, તીર-કમાન આપી, ભોરિયું પહેરાવી, તેઓના ફોટા નું સ્કેચ તૈયાર કરાવડાવી તેમાં ‘ભીલપ્રદેશ દાહોદ કે બીરસા’ તેવું ઉપનામ આપી, તેઓને ફૂલો ની હારમાળાઓ પહેરાવી અને આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ નું સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.







