છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા : એલર્ટ : કોરોનાથી એક જ દિવસમાં ૩,૯૯૮ના મોત


૪૦ ટકા દર્દીઓ કેરળના, હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩૬ ટકા જેટલો, કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુ આંકમાં નોંધપાત્ર વધારો થતાં ચિંતા

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતમાં કોરોનાના નવા કેસમાં ગઈકાલે ૧૨૫ દિવસ પછી આંકડો ૩૦ હજાર પર પહોંચ્યા બાદ ફરી નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જ્યારે ગઈકાલે મૃત્યુઆંક ૪૦૦ની નીચે પહોંચ્યા બાદ આજે ૩,૯૯૮ મોત નોંધાયા છે. લાંબા સમયથી ૧૦૦૦ની નીચે કોરોનાના દૈનિક મૃત્યુઆંક પહોંચ્યા પછી ફરી આંકડો ૪૦૦૦ને પાર પહોંચતા ફફડાટ વધ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પાછલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૨,૦૧૫ નવા કેસ નોંધાયા છે અને ૩,૯૯૮ દર્દીઓના મોત થયા છે. એક સાથે થયેલા આટલા બધા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. જાેકે, દેશમાં પાછલા સળંગ ૩૦ દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૨૭% સાથે ૩% કરતા નીચો રહ્યો છે.
ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૩૬,૯૭૭ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૩,૯૦,૬૮૭ થઈ ગઈ છે, જ્યારે કોરોનાના કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૧૨,૧૬,૩૩૭ પહોંચી ગઈ છે. જ્યારે વધુ ૪૦૦૦ની મૃત્યુઆંક નોંધાતા કુલ મત્યુઆંક વધીને ૪,૧૮,૪૮૦ થઈ ગયા છે.
ફરી એકવાર કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા ઓછા નોંધાતા એક્ટિવ કેસ વધીને ૪,૦૭,૧૭૦ થઈ ગયા છે. ૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોનાની રસી અભિયાનનો પ્રારંભ કરાયો હતો જેમાં ગઈકાલ સુધીમાં કુલ વેક્સીનેશનનો આંકડો ૪૧,૫૪,૭૨,૪૫૫ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના સામેની લડતને તેજ બનાવવા માટે વેક્સીનેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે.
ૈંઝ્રસ્ઇ મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૦ જુલાઈ સુધીમાં કુલ ૪૪,૯૧,૯૩,૨૭૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૮,૫૨,૧૪૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સૌથી વધારે નવા કેસની વાત કરીએ તો કેરળમાં મંગળવારે સૌથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્ર આ મામલે બીજા નંબરે આવ્યું હતું. જાેકે મહારાષ્ટ્રમાં સોમવારની સરખામણીએ મંગળવારે નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સિવાય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાંથી કોરોનાના વધારે કેસ સામે આવ્યા હતા. હાલ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૩૬ ટકા જેટલો છે.
દેશના બીજા રાજ્યોમાં કોરોનાની બીજી લહેરનુ જાેર ઘટી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરાલામાં કોરોનાના નવા કેસ સામે આવવાનો સિલસિલો અટકી રહ્યો નથી. આ આંકડા દેશને પણ ડરાવી રહ્યા છે.
એવો પણ ભય વ્યક્ત થઈ રહ્યો છે કે, આ બંને રાજ્યોના કારણે દેશમાં બીજા રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે તો સારૂ. બીજી તરફ આ બે રાજ્યોમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે તે અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. જે એ જયલાલે કહ્યુ હતુ કે, આ બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્ય દેશોના લોકો પર્યટન માટે કે બીજા કામ માટે આવતા હોય છે. આ બંને રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકોની અવર જવર પણ મોટા પ્રમાણમાં છે. જેના કારણે અહીંયા કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: