દાહોદ તાલુકાના વાંદરીયા ગામે સરપંચ સહિત તેના ભાઈ મળી ૨૨ ઈસમોના ટોળાએ મારક હથિયારો સાથે જમીન સંબંધી મામલે ભારે ધિંગાણું મચાવ્યું :ચાર મહિલા સહિત છ જણા ગંભીર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના નાના વાંદરીયા ગામે જમીન સંબંધી મામલે સરપંચ સહિત ૨૨ જેટલા ઈસમોના સશસ્ત્ર ટોળાએ પોતાની સાથે લાકડી, લોખંડની પાઈપ, હોકી, કુહાડી જેવા મારક હથિયારો સાથે એક વ્યક્તિના ઘર તરફ ઘસી આવી ટોળાએ ચાર મહિલા સહિત છ જણાને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ૨૨ ઈસમોના ટોળાના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૧૯મી જુલાઈના રોજ નાના વાંદરીયા ગામે બારીયા ફળિયામાં રહેતો ગામનો સરપંચ ઋષીભાઈ કાળીભાઈ, સરપંચનો ભાઈ અજયભાઈ કાળીભાઈ તથા તેમની સાથેના કાળીયાભાઈ ભલાભાઈ, રાજુભાઈ કાળીયાભાઈ, દિનેશભાઈ કાળીયાભાઈ, દિપકભાઈ દિનેશભાઈ, સંદિપભાઈ દિનેશભાઈ, રાહુલભાઈ દિનેશભાઈ, રમેશભાઈ ભલાભાઈ, હડીયાભાઈ રમસુભાઈ, શંકરભાઈ સમસુભાઈ, પંકજભાઈ શંકરભાઈ, આકાશભાઈ શંકરભાઈ, કૃણાલભાઈ ઉર્ફે ગોલુભાઈ મહેશભાઈ, બીપીનભાઈ મહેશભાઈ, રાજુભાઈ સોમજીભાઈ, સુનિલભાઈ બચુભાઈ, પ્રકાશભાઈ શંકરભાઈ, લાલાભાઈ ટીકુભાઈ, ઈકેશભાઈ ટીટુભાઈ, સુનિલભાઈ છગનભાઈ અને પવનભાઈ મુકેશભાઈ તમામ જાતે બારીયાનાઓએ પોતાની સાથે લાકડી, લોખંડની પાઈપ, હોકી, કુહાડી જેવા મારક હથિયારો સાથે પોતાના ગામમાં રહેતાં જવસીંગભાઈ ભુરાભાઈ કિશોરીના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન અમારા બાપ દાદા બારીયાનાઓની છે અને અહીંથી તમો જતાં રહો, તેમ કહી ઉપરોક્ત તમામ જણા એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ હથિયારો વડે લલીતાબેન, શાંતિબેન, નંદુબેન, વિપુલભાઈ, દલાભાઈ, મનિષાબેન વિગેરેને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે મારી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ભારે ધિંગાણું મચાવી ટોળી નાસી ગયું હતું. ગંભીર ઈજાગ્રસ્ત ઉપરોક્ત ચાર મહિલા સહિત છ જણાને દવા સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે નાના વાંદરીયા ગામે બારીયા ફળિયામાં રહેતાં જવસીંગભાઈ ભુરાભાઈ કિશોરીએ ઉપરોક્ત ૨૨ ઈસમોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.