દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક નરાધમે ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક નરાધમે એક ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેણીની મોબાઈલમાં અશ્લિલ વિડીયો બતાવી તેણીની નાદાનીનો ફાયદો ઉઠાવી તેણીની ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૦૯મી જુલાઈના રોજ દાહોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતો વિપુલભાઈ જવસીંગભાઈ કિશોરીએ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો અને સગીરાને દાહોદ તાલુકાના રાબડાળ ગામે ગોંધી રાખી હતી. આ દરમ્યાન સગીરાને આ વિપુલભાઈ દ્વારા મોબાઈલ ફોનમાં અશ્લિલ વિડીયો બતાવી સગીરાની નાદાનીનો ફાયદો ઉઠાવી સગીરા ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારતાં સગીરા ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી ઉપરોક્ત ઘટનાની હકીકત પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે વિપુલભાઈ જવસીંગભાઈ કિશોરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.