દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પરથી શો રૂમની સામે લોક મારી પાર્ક કરેલ મારૂતી ઝેન ફોર વ્હીલર ગાડીની ચોર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ શહેરમાં મારૂતી સુઝુકી ઝેન ફોર વ્હીલર ગાડી લોક મારી પાર્ક કરી હતી. આ ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતે અમૃત આદિવાસી સોસાયટીમાં રહેતાં રૂચીતકુમાર નેમીશનકુમાર હઠીલા ગત તા.૨મી જુલાઈના રોજ દાહોદ શહેરના ઈન્દૌર અમદાવાદ હાઈવે ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મારૂતી સુઝુકી ઝેન ફોર વ્હીલર ગાડી આ વિસ્તારમાં આવેલ એક શો રૂમની સામે લોક મારી પાર્ક કરી હતી. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી આ ફોર વ્હીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રૂચીતકુમાર નેમીશનકુમાર હઠીલાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.