સરકારને બે વર્ષ પૂરા થવાના અવસરે જ યેદિયુરપ્પાનો મોટો ધડાકો : કર – નાટક : સસ્પેન્સનો અંત, યેદિયુરપ્પાનું CM પદેથી રાજીનામું

હું હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું, કોઇના દબાણમાં રાજીનામું નથી આપ્યું, મને તક આપવા બદલ મોદી-નડ્ડા-શાહનો આભાર, હું મુખ્યમંત્રી પદે રહું કે ન રહું પરંતુ ભાજપ માટે આવનારા ૧૦ થી ૧૫ વર્ષ સુધી કામ કરશો રહીશ ઃ યેદિયુરપ્પા
કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદની રેસમાં પ્રહલાદ જાેશી, બીએલ સંતોષ લક્ષ્મણ સવદી, મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ સહિતના દિગ્ગજાે રેસમાં

(જી.એન.એસ.)બેંગ્લુરૂ,તા.૨૬
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યેદિયુરપ્પાએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાની જાણકારી તેમની સરકારને ૨૬ જાન્યુઆરીએ બે વર્ષ પૂરા થવાના આયોજિત કાર્યક્રમમાં આપી છે. રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
રાજીનામું આપ્યા બાદ યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, રાજીનામા માટે તેમની પર કોઇએ દબાણ કર્યું નથી. મેં પોતે રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામની ભલામણ નથી કરી. પાર્ટીને મજૂબત કરવા માટે કામ કરતો રહીશ. કર્ણાટકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.
રાજીનામાની જાહેરાત કરતાં યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, કર્ણાટકના લોકો માટે ઘણું કામ કરવાનું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જાેઇએ. યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.
યેદ્દિયુરપ્પાએ જૂના દિવસો યાદ કરતાં ભાવુક અંદાજમાં કહ્યું કે, જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, તો તેમણે મને કેન્દ્રમાં મંત્રી બનવા કહ્યું હતું. પરંતુ મેં કર્ણાટકમાં રહેવાનું પસંદ કર્યું. ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પાએ રવિવારે જ સંકેત આપ્યા હતા કે તેઓ મુખ્યમંત્રી પદ છોડશે. તેમણે કહ્યું હતું કે, રવિવાર અથવા પછી સોમવાર સુધી તે ર્નિણય થઇ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ જાેશી, બીએલ સંતોષ, લક્ષ્મણ સવદી, મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ, અશ્વત નારાયણ, ડીવી સદાનંદ ગૌડા, બસવરાજ બોમ્મઈ, વિશ્વેશ્વરા હેગડે વગેરે નામ સામેલ છે.
મહત્વપૂર્ણ છે કે ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી પરંતુ આ સરકાર એક વર્ષ જ ચાલી શકી હતી અને બાદમાં ભાજપે યેદિયુરપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર બનાવી લીધી હતી.
યેદિયુરપ્પા પહેલીવાર વર્ષ ૨૦૦૭માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેઓ ફક્ત એક અઠવાડિયા સુધી ખુરશી પર રહી શક્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૮થી ૨૦૧૧ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોમાં રાજીનામું આપવું પડ્યું. ૨૦૧૮માં રાજ્યમાં ચૂંટણી બાદ તેઓ ફક્ત ૨ દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને બહુમત સાબિત ના કરી શક્યા. ત્યારબાદ કાૅંગ્રેસ અને જેડીએસના ૧૩ ધારાસભ્યો સાથે આવવાથી તેઓ ફરી મુખ્યંત્રી બન્યા. માનવામાં આવી રહ્યું હતું કે, તેઓ રાજ્યમાં વર્ષ ૨૦૨૩ સુધી આગામી ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહેશે, પરંતુ આવું ના થઈ શક્યું.
આ પાછળ અનેક કારણોને જવાબદાર માનવામાં આવે છે. શરૂઆતથી જ પાર્ટીમાં વિરોધ હતો. પાર્ટીના સીનિયર નેતા તેમનો શરૂઆતથી વિરોધ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે યેદિયુરપ્પા તેમને નજરઅંદાજ કરે છે. નવા લોકોને વધારે પ્રાધાન્ય આપે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાને લઈને અસંતુષ્ટી શરૂ થઈ અને પોતાની ફરિયાદો લઈને હાઈકમાન્ડથી મળવા લાગ્યા તો પાર્ટીએ છેલ્લા એક વર્ષમાં તેમના પર દબાવ વધારી દીધો. આવામાં લાગી રહ્યું હતું કે તેમણે જવું જ પડશે.
આ પહેલાં યેદિયુરપ્પા ૧૬ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામાની ચર્ચાએ જાેર પકડ્યું હતું. એ પછી તેમણે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: