દાહોદ ટાઉન પોલીસને મોબાઇલ ચીલઝડપ કરતી ગેંગને પકડી પાડવામાં મળેલ સફળતા

દાહોદ, તા.૮
થોડા સમય પહેલા દાહોદ શહેરમાં એક ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ મોટર સાયકલ પર આવતા ત્રણ અજાણ્યા ઈસમોની ત્રિપુટીએ ખિસ્સામાંથી મોબાઈલની ચીલઝડપ કરી તરખાટ મચાવ્યો હતો. તે ત્રિપુટીને દાહોદ ટાઉન પોલીસે મળેલ બાતમીના આધારે આજરોજ દાહોદ રાધેગાર્ડન, રળીયાતી રોડ પર ગ્રીન બ્લેક કલરની મોટર સાયકલ સાથે ઝડપી પાડી અંગ ઝડતી લઈ ત્રણેની પાસેથી રૂપિયા ર,૧૦,૦૦૦ની કુલ કિંમતના ર મોબાઈલ ફોન ઝડપી પાડી રૂપિયા ૪પ૦૦૦ની કિંમતની મોટર સાયકલ મળી રૂપિયા ર,પપ,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ પુછપરછ હાથ ધરી છે.

આ ગ્રીન બ્લેક યામાહા આર ૧-પ મોટર સાયકલને લઈને આવતા જતા ચાલકો પર વિશેષ ધ્યાન રાખવાની જિલ્લા પોલીસ વડાએ આપેલ સૂચનાના આધારે દાહોદ ટાઉન પીઆઈ વી વી પટેલ, પ્રો.પીએસઆઈ એ એન પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો આજરોજ દાહોદ, રાધેગાર્ડન સામે રળીયાતી રોડ પર બપોરના એક વાગ્યાથી વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે વખતે રળીયાતી તરફથી ત્રણ ઈસમો એક ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ મોટર સાયકલ લઈને દાહોદ તરફ મોબાઈલ ફોન વેંચવા આવે છે તેવી અંગત બાતમીદારો દ્વારા બાતમી મળતા પોલીસ ચોકન્ની બની હતી અને વીસેક મિનીટ બાદ બાતમીમાં દર્શાવેલ ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ મોટર સાયકલ લઈ ત્રણ ઈસમો આવતા સદરહું મોટર સાયકલ રોકી મોટર સાયકલ ચાલક ઈસમનું નામ પુછતા પ્રકાશભાઈ પપ્પુભાઈ બિલવાળ ઉવ.૧૯ રહે. જાલત નાકા ફળીયું તા.જી.દાહોદ તથા એક ઈસમ વચ્ચે બેઠેલ તથા છેલ્લે બેઠેલ ઈસમનું નામ પુછતા સુનીલભાઈ સમસુભાઈ પારગી ઉવ.રહે.જાલત સુવાળી ફળીયું તા.જી દાહોદનાઓ હોવાનું જણાવેલ જેમાં પ્રકાશભાઈ પપ્પુભાઈ બિલવાળની અંગ ઝડપી કરતા તેના પેન્ટના બંને ખિસ્સામાંથી ફોન નં.૭ મળી આવેલ જે જાતા ૧) ઓપો બ્લયુ કલરનો, ર) ઓપો જાંબલી કલરનો, ૩) વીવો ૧૦૬૦, ૪) રીયલમી, પ) એમઆઈ, ૬) હોનોર, ૭) નોકીયા માઈક્રોસોફટ કંપનીના મોબાઈલ ફોન મળી આવેલ ત્યાર બાદ વચ્ચે બેઠેલ ઈસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન નં.૬ મળી આવેલ જે જાતા ૧) સેમસંગ ગોલ્ડ કંપનીના નં.ર, ર)ઓપો કાળા કલરનો, ૩) સેમસંગ બ્લયુ, ૪) સેમસંગ નોટ ૮, પ) એમઆઈ કંપનીના મોબાઈલ ફોન મળી આવેલ ત્યાર બાદ સુનિલભાઈ સમસુભાઈ પારગીની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન નં.૮ મળી આવેલ જે જાતા ૧) વીવો, ર)વીવો ગોલ્ડ, ૩)બ્લેક, ૪) વીવો ગોલ્ડ કલર, પ)હોનર સિલ્વર, ૬) બલ્યુ રીયલ મી, ૭) ઓપો બ્લેક કલરના, ૮) સેમસંગ ગેલેક્ષી મોબાઈલ ફોન મળી આવેલ અને તેઓની પાસેની ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર જાતા પાછળના ભાગે જીજે ૦૧એસડબલ્યુ ૦૭૩૬નો લખેલ છે. ત્રણેય ઈસમોની પુછપરછ કરતા ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ નંબર જીજે ૦૧એસડબલ્યુ ૦૭૩૬ની ઉપર દાહોદ શહેરમાં રાત્રિના સમયે મોબાઈલ ચીલઝડપ કરવા આવતા હતા. અને મોટર સાયકલ પ્રકાશભાઈ પપ્પુભાઈ ચલાવતો હતો. તેની પાછળ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર બેસતો હતો. અને છેલ્લે સુનીલ સમસુ બેસતો હતો. અને દાહોદ શહેરમાં રાત્રિના આવી એકલ-દોકલ મોટર સાયકલ ઉપર જતા મોટર સાયકલની બાજુમાં અમારી મોટર સાયકલ લઈ જતા અને વચ્ચે બેસેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તે મોટર સાયકલ ચાલકના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી લઈ નાસી જતા હતા. તેવું જણાવેલ છે. જેથી ત્રણેય ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના કુલ મોબાઈલ ફોન નં.ર૧ ની કુલ કિંમત રૂ.ર,૧૦,૦૦૦ તથા ગ્રીન બ્લેક કલરની યામાહા આર ૧-પ મોટર સાયકલ નં.જીજે ૦૧ એસડબલ્યુ ૦૭૩૬ કિંમત રૂ.૪પ૦૦૦ ગણી કુલ કિંમત રૂ.ર,પપ,૦૦૦નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. આ મોબાઈલ ચોરી અંગે દાહોદ ટાઉન પો.સ્ટે. ૧) ફ.ગુ.ર.નં.૪૬/૧૯, ર)ફ.ગુ.ર.નં. ૪૯/૧૯, ૩)ફ.ગુ.ર.નં.પ૧/૧૯, ૪)ફ.ગુ.ર.નં.પર/૧૯, પ)ફ.ગુ.ર.નં.પ૩/૧૯ ઈપીકો કલમ ૩૭૯(એ), ૧૧૪ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પણ સામેલ છે. જેથી સદરહુ બે ઈસમોની હાલ સઘન પુછપરછ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!