આસામના મુખ્યમંત્રી હેમંત સરમાએ મૂક્યો મોટો આરોપ : આસામના પોલીસ જવાનોની હત્યા બાદ મણીપુરના જવાનોએ ઉજવણી કરી
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ મુદ્દે ચાલી રહેલો તનાવ આખરે હિંસક બન્યો છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, બે રાજ્યોની પોલીસ વચ્ચે ફાયરિંગ થયુ હોય
ગઈકાલે મિઝોરમના પોલીસ જવાનો અને તોફાની તત્વોએ આસામ પોલીસ પર કરેલા ફાયરિંગમાં ૬ જવાનોના મોત થયા છે. બીજા ૫૦ ઘાયલ થયા છે.
એ પછી બંને રાજ્યોના મુખ્યમંત્રી વચ્ચે પણ ટિ્વટર પર જંગ છેડાયો છે. આસામના મુખ્યમંત્રી હેમત બિસ્વા સરમાએ તો એક વિડિયો પોસ્ટ કરીને આક્ષેપ કર્યો છે કે, મિઝોમના જવાનો અને તોફાની તત્વોએ ફાયરિંગ કર્યા બાદ આસામના પોલીસ જવાનોના મોતની ઉજવણી કરી છે.
આસામના મુખ્યમંત્રીએ પોસ્ટ કરેલા વિડિયોમાં જાેઈ શકાય છે કે, ફાયરિંગ કરનારા જવાનોનુ હાર પહેરાવીને અને ભોજન આપીને મિઝોરમના લોકો સ્વાગત કરી રહ્યા છે. હેમંત સરમાએ કહ્યુ હતુ કે, આસામ પોલીસના છ વીર જવાનોએ પોતાની સરહદની રક્ષા કરતા પ્રાણ આપી દીધા છે.
દરમિયાન આસામ પોલીસનુ કહેવુ છે કે, સરહદને લઈને બંને રાજ્યોના અધિકારીઓ વાત કરી રહ્યા હતા, મિઝોરમ પોલીસના અધિકારીઓ બેઠકમાં સામેલ હતા અને તે સમયે મિઝોરમ તરફથી પથ્થરમારો અને બાદમાં ફાયરિંગ શરૂ થઈ ગયુ હતુ.
દરમિયાન મિઝોરમના ગૃહ મંત્રીએ આક્ષેપ કર્યો છે કે, આસામ પોલીસના ૨૦૦ જવાનોએ સરહદ પર સીઆરપીએફ જવાનોની પોસ્ટને ક્રોસ કરીને મિઝોરમ પોલીસની પોસ્ટને નુકસાન પહોંચાડ્યુ હતુ અને મિઝોરમના નિશસ્ત્ર નાગરિકો પર ટિયરગેસના સેલ છોડયા હતા. જેનાથી ઘણા નાગરિકો ઘાયલ થયા હતા.
આસામ અને મિઝોરમ વચ્ચે ૧૬૪ કિલોમીટર લાંબી બોર્ડર છે અને તેને લઈને ગયા વર્ષે ઓગસ્ટમાં અને તાજેતરમાં ફેબ્રૂઆરી મહિનામાં ઝડપ થઈ હતી. આસામ પોલીસે પોતાની જમીન પર દબાણ થયુ હોવાનુ કહીને મિઝોરમના કેમ્પ હટાવવાના શરૂ કર્યા ત્યારથી વિવાદ વધારે વકર્યો છે.
બંને રાજ્યોની બોર્ડર પર ઝ્રઇઁહ્લની બે કંપનીઓ તૈનાત કરાઈ
આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ મુદ્દે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ બંને રાજ્યોની બોર્ડર પર સીઆરપીએફની બે કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.