દાહોદ જિલ્લાના લીમખેડા અને ફતેપુરા તાલુકામાંથી બે જુદી જુદી જગ્યાએથી ૦૧ વર્ષીય બાળકી સહિત ત્રણ જણા ગુમ થયા હોવાની જાણવા જાેગ નોંધાઈ
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના લીમખેડા અને ફતેપુરા તાલુકામાંથી એમ બે જુદી જુદી જગ્યાએથી એક ૨૨ વર્ષીય યુવક સહિત એક ૨૮ વર્ષીય અને તેની સાથે એક ૦૧ વર્ષીય બાળકી મળી કુલ ત્રણ વ્યક્તિઓ ગુમ થયા હોવાની જાણવા જાેગ પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ભાણ મેળવવાના ધમપછાડાઓનો આરંભ કર્યાે છે.
લીમખેડા તાલુકાના દુધિયાધરા ગામે નિશાળ ફળિયામાં રહેતો ૨૨ વર્ષીય અને કોલેજમાં અભ્યાસ કરતો મિતેશકુમાર રાજેશકુમાર બારીયા (ભુરીયા) ગત તા.૨૦.૦૭.૨૦૨૧ના રોજ ઘરેથી કોલેજ જાઉં છું, તેમ કહી પરિવારજનોને જણાવી ઘરેથી નીકળ્યાં બાદ સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો જેથી મિતેશકુમારના પરિવારજનોએ પોતાના સ્વજનો, મિતેશકુમારના મિત્રો સહિત આસપાસમાં મિતેશની તપાસ કરતાં આજદિન સુધી મિતેશનો કોઈ પત્તો ન લાગતાં આખરે હારી થાકેલા મિતેશના પરિવારજનો દ્વારા આ સંબંધે લીમખેડા પોલીસ મથકે મિતેશ ગુમ થયાની જાણવા જાેગ આપતાં પોલીસે મિતેશની શોધખોળના ચક્રોગતિમાન કર્યાં છે.
ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે રહેતી ૨૮ વર્ષીય યુવતી અલ્પનાબેન રમેશભાઈ ગરાસીયા પોતાની સાથે પોતાના જ પરિવારની ૦૧ વર્ષીય ચાંદનીબેન અશ્વિનભાઈ તાવીયાડને લઈ ગત તા.૦૧.૦૭.૨૦૨૧ના રોજ ઘરેથી કોઈને પણ કંઈ પણ કહ્યાં વગર નીકળી ગઈ હતી. પરિવારજનો દ્વારા આ બંન્નેની પોતાના સગા સંબંધીઓ સહિત મિત્રોમાં તેમજ આસપાસમાં તપાસ કરવા છતાંયે ગુમ થયેલ ૨૮ વર્ષીય અલ્પનાબેન અને ૦૧ વર્ષીય ચાંદનીબેનનો કોઈ પત્તો ન લાગતાં પરિવારજનોએ પોલીસના દરવાજા ખટખટાવ્યાં હતાં અને આ મામલે ફતેપુરા પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે ઉપરોક્ત બંન્નેની શોધખોળના તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

