દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા થયેલ વધુ એક શિક્ષાત્મક કાર્યવાહી : દાહોદ જિલ્લા હસ્તકની સરકારી પ્રાથમિક શાળા સંજેલી તાલુકાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા કર્મચારીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોના આધારે તપાસ હાથ ધરાઇ હતી : શિક્ષક – શિક્ષિકાના પ્રેમ પ્રકરણમાં પોલીસ ફરિયાદના ચુકાદાને આધીન બંધન કર્તા રહેવાની શરતે પુરુષ કર્મચારીને ૩ ઇજાફા અને સ્ત્રી કર્મચારીને ૨ ઇજાફા અટકાવવા આદેશ કરવામાં આવ્યાં

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના સંજેલીમાં ૨૦૧૮માં શાળામાંજ પ્રેમાલાપ કરતો આચાર્ય અને શિક્ષિકાનો વિડીયો વાયરલ થયાં બાદ ખળભળાટ મચ્યો હતો. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાં બાદ બંન્નેને ફરજ મોકુફ પણ કરી દેવામાં આવ્યાં હતો. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુનાવણી દરમ્યાન બંન્નેની શિક્ષાત્મક બદલી કરીને ઈજાફા બંધ કરવાનો ગુરૂવારે હુકમ કરતાં દાહોદ જિલ્લાના શિક્ષણ વિભાગમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ જિલ્લાના સંજેલીની સરકારી પ્રાથમીક શાળાના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા દ્વારા શાળામાંજ પ્રેમાલાપનો વિડીયો ૨૪ ઓક્ટોમ્બર ૨૦૧૮ના રોજ વાયરલ થતાં ભારે ભળભળાટ મચી જવા પામ્યો હતો. તપાસ બાદ વિડીયો શાળાના આચાર્ય ખંડનો હોવાનું સામે આળતાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. તારીખ ૦૫મી નવેમ્બર ૨૦૧૮ના રોજ ઈ.આચાર્ય અને શિક્ષિકાને ફરજ મોકુફ કર્યાં બાદ ખાતાકિય તપાસના આદેશ કરવામાં આવ્યાં હતાં. આ મામલે તારીખ ૨૩મી જુન ૨૦૨૧ના રોજ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખની રૂબરૂ સુનાવણી રખાઈ હતી. શાળા કેમ્પમાં શિક્ષકને ન છાજે તેવા વર્તનથી આદર્શ આચાર સંહિતાનો ભંદ તો હો ઈતેમજ ગુજરાત પંચાયત સેવા નિયમો ૧૯૯૮ના (૩) ૨ (૩) નો ભંગ થતો હોવાનું યથાર્થ ઠર્યું હતું. આ મામલે બંન્ને સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ હતી જેમાં ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૯૭ના ૬(૧) અન્વયે વાર્ષિક ઈજાફાની ભવિષ્યની અસર સાથે અટકાયત તેમજ બંન્નેની શિક્ષાત્મક બદલીનો હુકમ ૨૮મી જુલાઈ ગુરૂવારે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ઈ.આચાર્યના ત્રણ અને શિક્ષિકાનો બે ઈજાફા પણ અટકાવવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: