દાહોદ જિલ્લાનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : ૧૦૦ ટકા પરિણામ : એકપણ વિદ્યાર્થી એ – ૧ ગ્રેડમાં સમાવેશ ન થતાં આશ્ચર્ય
દાહોદ તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લાનું પણ પરિણામ જાહેર થતાં આ વખતે તમામ જિલ્લાઓનું પરિણામ ૧૦૦ ટકા રહેવા પામ્યું છે તેવીજ રીતે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ દાહોદ જિલ્લાનું પણ ૧૦૦ ટકા જાહેર થયું છે પરંતુ આ વખતે દાહોદ જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થીનો એ - ૧ ગ્રેડમાં સમાવેશ થવા પામ્યો નથી ત્યારે કોરોના મહામીરાના કારણે શાળાઓ પર પણ અને ખાસ કરીને બાળકોના શિક્ષણ ઉપર ખાસ્સી અસર પડી હોવાનું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આ વખતે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ક્યાંકને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની પણ વાલીઓમાં ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૩૨૮૭ વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓને આ વખતે પણ કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ ધોરણ ૧૨ સહિતની અનેક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. અગાઉ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સના પરિણામમાં પણ સૌ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું તેવીજ રીતે આજે જાહેર થયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ સૌ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવતાં દાહોદ જિલ્લાનું પણ ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વખતે એ - ૧ ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો નથી. એ - ૨ ગ્રેડમાં ૨૦, બી - ૧ ગ્રેડમાં ૨૩૩, બી - ૨ ગ્રેડમાં ૧૭૨૪, સી - ૦૧ ગ્રેડમાં ૫૦૩૦, સી - ૦૨ ગ્રેડમાં ૪૮૦૯, ડી ગ્રેડમાં ૧૨૦૩, ઈ - ૦૧ ગ્રેડમાં ૨૬૮, ઈ - ૦૨ ગ્રેડમાં ૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળાઓ અને કોલેજાે બંધ રાખવાનો નિર્ણય કર્યાે હતો. આ બે વર્ષના સમયગાળામાં શૈક્ષણિક વિભાગ અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ તેની અસર જાેવા મળી હતી. આજના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામને પગલે કહી ખુશી ગમનો માહોલ પણ જાેવા મળ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મહદઅંશે નારાજગી જાેવા મળી હતી કારણ કે, માસ પ્રમોશનના કારણે હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો છે.

