મુખ્યમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વમાં રાજય સરકારનાં પાચ વર્ષ પૂર્ણ થવાના અવસરે દાહોદમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. ૨૩૧૪.૫૯ લાખનાં વિકાસકાર્યોનું લોકાર્પણ : જિલ્લાની શાળાઓને નવા ૭૪ ઓરડાઓ, ૧૪૪૭ સ્માર્ટ કલાસરૂમ, ૬ અદ્યતન કોમ્પ્યુટર લેબ મળી


દેવગઢ બારીયાના બામરોલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

દાહોદ તા.૧

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજના જ્ઞાનશક્તિ દિન નિમિત્તે દાહોદ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે રૂ. ૨૩૧૪.૫૯ લાખનાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે. જેમાં ૨૧ શાળાઓમાં ૭૪ ઓરડાઓ, ૪૪૯ શાળાઓમાં ૧૪૪૭ સ્માર્ટ કલાસરૂમ તેમજ આઇટી ટેકનોલોજીથી સજ્જ ૬ અદ્યતન કમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વિવિધ ૪૭૬ સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં દેવગઢ બારીયાની બામરોલી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી વાઘેલાએ જણાવ્યું કે, દાહોદ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે અને આજના દિવસે શિક્ષણ ક્ષેત્રે જિલ્લાને મળેલા વિવિધ વિકાસ કાર્યોથી અહીંના વિદ્યાર્થીઓ સુંદર કારકિર્દી ઘડી શકશે. દાહોદની ૨૧ શાળાઓમાં ૬૧૧.૮૧ લાખના ખર્ચે ૭૪ નવા ઓરડા, ૪૪૯ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટના બીજા તબક્કા અંતર્ગત ૧૪૪૭ સ્માર્ટ કલાસરૂમ રૂ. ૧૬૨૦.૬૪ લાખના ખર્ચે તેમજ ૬ શાળાઓમાં ૬ અદ્યતન કમ્પ્યુટર લેબ રૂ. ૮૨.૧૪ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, તેનું આજે લોકાર્પણ કરાયું છે.
આ પ્રસંગે ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મનિષાબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: