કોરોના સંક્રમણ કાબૂમાં આવતા પંજાબ, ઝારખંડ, ઉત્તરાખંડમાં શાળાઓ શરૂં કરાઇ


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી, તા.૨
દેશના વિભિન્ન રાજ્યોમાં લાંબા સમય બાદ પ્રાઈવેટ અને સરકારી સ્કુલોને ખોલવામાં આવી રહી છે. પંજાબમાં પ્રાઈમરીથી લઈને સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે ૨ ઓગસ્ટથી સ્કુલ ખુલી ગઈ છે. ઉત્તરાખંડ, ઝારખંડમાં પણ સ્કુલ-કોલેજ એક વાર ફરી વિદ્યાર્થીઓથી ખીલી ઉઠી છે. સ્કુલોમાં કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવામાં આવી રહ્યુ છે. સ્ટુડન્ટસથી લઈને ટીચિંગ સ્ટાફ સુધી તમામ માસ્ક પહેરેલા સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતા જાેવા મળી રહ્યા છે.
પંજાબના સ્કુલોમાં પ્રી-પ્રાઈમરીથી સીનિયર સેકન્ડરી સુધી તમામ ધોરણો પહેલાની જેમ ચલાવવામાં આવશે. સ્કુલોનો સમય સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી રહેશે. સ્કુલોમાં ક્લાસિસ ઑફલાઈન મોડમાં ચાલશે.
જાેકે, બાળકોને સ્કુલ મોકલવા માટે માતા-પિતાની લેખિત સંમતિ જરૂરી છે. પંજાબમાં રાજ્ય સરકારે ૧૦મીથી લઈને ૧૨મી સુધીના સ્ટુડન્સ માટે સ્કુલ ૨૬ જુલાઈથી જ ખોલી દીધા હતા.
છત્તીસગઢમાં ૧૦મા અને ૧૨મા ધોરણ માટે સરકારી અને પ્રાઈવેટ સ્કુલ ૨ ઓગસ્ટથી ૫૦ ટકા હાજરી સાથે બીજીવાર ખુલી ગયા છે. આ વર્ષે કોરોના સંક્રમણની બીજી લહેરની વચ્ચે માર્ચમાં શરૂ થયા બાદ સ્કુલ અને કોલેજાે ફરીથી બંધ કરી દેવાયા હતા પરંતુ હવે એકવાર ફરી ૧૦મા અને ૧૨મા ધોરણની ઓફલાઈન ક્લાસિસ શરૂ થઈ ગઈ છે.
છત્તીસગઢ સરકારે કેટલીક શરત સાથે ૧ થી ૫ અને ૮ માટે સ્કુલોને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે પરંતુ ૬,૭,૯ અને ૧૧ મા ક્લાસિસ હજુ શરૂ થશે નહીં. આ સિવાય જે વિદ્યાર્થીઓને કફ, શરદી અને તાવની અસર હશે, તેમને ક્લાસમાં બેસવા દેવામાં આવશે નહીં.
ઉત્તરાખંડમાં ૯મા અને ૧૨મા ધોરણ માટે સ્કુલોને ૨ ઓગસ્ટથી ખોલવાના આદેશ આપવામા આવ્યા જ્યારે ધોરણ ૬ થી ૮ ના સ્કુલોને ૧૬ ઓગસ્ટથી ખોલવામાં આવશે. ત્યાં, ઝારખંડમાં પણ ૯ મા થી ૧૨ મા સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કુલ ખોલવામાં આવી છે.
કોરોના સંબંધિત ગાઈડલાઈન અનુસાર સ્કુલોને સેનિટાઈઝેશન કરવામાં આવ્યા છે. ત્યાં ટીચર્સ અને સ્ટુડન્ટ્‌સ માટે માસ્ક પહેરવુ પણ અનિવાર્ય છે. કોવિડ-૧૯ મહામારીના કારણે સ્કુલ લાંબા સમયથી બંધ હતી. હવે સ્કુલને ખોલવા માટે વિભિન્ન રાજ્ય સરકાર તરફથી દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, જે તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કુલ પર લાગુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!