ત્રીજી લહેર ઓગસ્ટમાં આવી શકે, ઓક્ટોબરમાં પીક પર જશે : નિષ્ણાંતો


(જી.એન.એસ.)ન્યુ દિલ્હી, તા.૨
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે. જાણકારોએ કહ્યુ છે કે ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેમાં દરરોજ એક લાખ કોરોનાના કેસ જાેવા મળી શકે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે ખરાબ સ્થિતિમાં કોરોનાના કેસ દોઢ લાખ સુધી પણ પહોચી શકે છે. જાણકારો અનુસાર ઓગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પોતાના પીક પર જઇ શકે છે. બીજી લહેરમાં લાચાર સ્વાસ્થ્ય વ્યવસ્થાની તસવીર ડરાવનારી હતી જાે ત્રીજી લહેરે પણ આવો વિનાશ કર્યો તો દેશ માટે મુશ્કેલ બની શકે છે.
હૈદરાબાદ અને કાનપુર આઇઆઇટીમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં તપાસકર્તાઓનો હવાલો આપતા બ્લૂમબર્ગે જણાવ્યુ કે કોવિડ-૧૯ કેસમાં થઇ રહેલી વૃદ્ધિ કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરને આગળ વધારશે, તેમણે જણાવ્યુ કે આ ઓક્ટોબરમાં પીક પર પહોચી શકે છે. જાણકારોએ કહ્યુ કે કેરળ અને મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેનાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે.
જાેકે, કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી ખતરનાક નહી હોય જ્યારે દેશમાં દરરોજ ૪ લાખ કોરોનાના કેસ જાેવા મળી રહ્યા હતા. આ વર્ષે કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનારા જાણકારોનું અનુમાન એક ગણિતિય મોડલ પર આધારિત હતું. મેમાં આઇઆઇટી હૈદરાબાદના એક પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યુ કે ભારતે કોરોના વાયરસનો પ્રકોપ આવનારા દિવસમાં ગણિતીય મોડલના આધાર પર પીક પર હોઇ શકે છે.
જાણકારોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસને ડેલ્ટા વેરિએન્ટ, ચિકન પોક્સની જેમ આસાનીથી ફેલાઇ શકે છે અને વેક્સીન લગાવનારાઓમાં પણ ફેલાઇ શકે છે.ઇન્ડિયન જીટ્ઠજિ-ર્ઝ્રફ-૨ જીનોમિક કંસોર્ટિયમના આંકડા અનુસાર, મે, જૂન અને જુલાઇમાં દર ૧૦ કોવિડ-૧૯ કેસમાંથી લગભગ ૮ કોરોના વાયરસના સંક્રામક ડેલ્ટા સંસ્કરણને કારણે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: