કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી કોરોના ફેલાઇ શકે છે : અમૃતસરની કોલેજનો દાવો
(જી.એન.એસ.)અમૃતસર,તા.૩
રંગ બદલી રહેલા કોરોનાને લઇને નવી માહિતી સામે આવી છે. કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુઓથી પણ ફેલાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આવામાં આંખના ડૉક્ટરોને વધારે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજે એક રિસર્ચમાં આ દાવો કર્યો છે. આ સ્ટડી માટે દર્દીના આરટી-પીસીઆર રિપોર્ટ આવ્યા પહેલાથી ૪૮ કલાકની અંદર આંસુના નમૂના લેવામાં આવ્યા હતા.
રિસર્ચ પ્રમાણે ઑક્યુલર મેનિફેસ્ટેશન અથવા આના વગરના દર્દીઓના આંસુ કોરોના ઇન્ફેક્શનનું સંભવિત કારણ હોઈ શકે છે. ઑક્યુલર મેનિફેસ્ટેશન એ લક્ષણ છે જે શરીરમાં થનારા કોઈ રોગના કારણે આંખ પર અસર કરે છે. અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજે કોરોનાના ૧૨૦ દર્દીઓ પર આ સ્ટડી કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી કે, ૬૦ દર્દીઓમાં આવું નથી થયું. ૪૧ દર્દીઓમાં કંજેક્ટિવલ હાઇપરમિયા, ૩૮માં ફૉલિક્યુલર રિએક્શન, ૩૫માં કેમોસિસ, ૨૦ દર્દીઓમાં મ્યુકોઈડ ડિસ્ચાર્જ અને ૧૧ને ઈચિંગની મુશ્કેલી હતી.
તો ઑક્યુલર મેનિફેસ્ટેશનવાળા લગભગ ૩૭ ટકા દર્દીઓમાં કોરોના વાયરસના આંશિક લક્ષણો મળ્યા. બાકીના ૬૩ ટકામાં સંક્રમણના ગંભીર લક્ષણો જાેવા મળ્યા. રિપોર્ટ પ્રમાણે લગભગ ૧૭.૫ ટકા દર્દી જેમના આંસુનો ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ થયો તેઓ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા. ૧૧ દર્દીઓ (૯.૧૬ ટકા)માં ઑક્યુલર મેનિફેસ્ટશન હતા અને ૧૦ (૮.૩૩ ટકા)ને આવી કોઈ ફરીયાદ નહોતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમિત દર્દી કંજેક્ટિવાયટલ સેક્રેશન (સ્ત્રાવ)માં સંક્રમણને દૂર કરે શકે છે.
આ રિસર્ચને ડૉ. પ્રેમપાલ કૌર, ડૉ. ગૌરાંગ સહગલ, ડૉ. શૈલપ્રીત, કે.ડી. સિંહ અને ભાવકરણ સિંહે કર્યું છે. સ્ટડી રિપોર્ટ પ્રમાણે કોરોનાથી સંક્રમિત દર્દીઓના આંસુ આમની દેખભાળમાં લાગેલા મેડિકલ સ્ટાફને પણ સંક્રમિત કરી શકે છે. તેમને ખાસ કરીને આંખ, નાક અને મોઢાની તપાસ દરમિયાન સાવધાની રાખવા કહ્યું છે.