દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામેથી પૈસાની બાબતે બે વ્યક્તિઓનું અપહરણ કરાયું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે પૈસાની બાબતે પોતાની સાથેના માણસોને સાથે રાખી બે વ્યક્તિઓનું તેમના વાહન સાથે અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ગત તા.૦૨જી ઓગષ્ટના રોજ ધાનપુર તાલુકાના ઝાબુ ગામે ચીતવા ફળિયામાં રહેતાં મસ્તાનભાઈ તથા કરણભાઈ એમ બંન્ને જણા પોતાના કબજાનું વાહન લઈ ગરબાડા થી ગાંગરડી સુધીના રસ્તા પરથી સવારના દશેક વાગ્યાના સમયે પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ગરબાડા તાલુકાના ગુલબાર ગામે રહેતાં મનુભાઈ નાથીયાભાઈ મંડોડ તથા તેમની સાથેના કેટલાંક માણસોએ પૈસાની બાબતે  મસ્તાનભાઈ તથા કરણભાઈને રસ્તામાં રોકી ઉભા રાખ્યાં હતાં અને તેમના વાહન સાથે બંન્ને જણાનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે મસ્તાનભાઈના ભાઈ સરદારભાઈ ગેમાભાઈ બારીયાએ ગરબાડા પોલીસ મથકે મનુભાઈ નાથીયાભાઈ મેડા તથા તેમની સાથે માણસોની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: