દાહોદ શહેરમાંથી એક્ટીવા અને તેની ડિક્કીમાં મુકી રાખેલ રોકડા રૂા.૨૭ હજાર ચોરીને લઈ ગયેલ બે ઈસમોને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫

દાહોદ શહેરમાં થોડા દિવસો પુર્વે એક ચોર ઈસમોએ એક્ટીવા ગાડીની ચોરી કરી લઈ એક્ટીવા ગાડીની અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૭,૦૦૦ અને બેન્કની પાસબુક વિગેરે પણ ચોરી કરી લઈ નાસી ગયાંની ઘટનાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવા પામી હતી. આ ઘટનાને ગંભીરતાંથી લઈ દાહોદ શહેર પોલીસે ચોરીના સ્થળના આસપાસના સીસીટીવી ફુટેજાેની ચકાસણી કરતાં મોટરસાઈકલ પર સવાર બે શંકાસ્પદ ઈસમો નજરે પડ્યાં હતાં અને પોલીસે ત્વરીક મોટરસાઈકલના નંબર અને વિગેરે માહિતી ભેગી કરી આ ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીની એક્ટીવા મોટરસાઈકલ તેમજ તેમજ ગુન્હામાં વપરાયેલ અન્ય એક મોટરસાઈકલ પણ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૩૦મી જુલાઈના રોજ દાહોદ શહેરની દરજી સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ જયંતિભાઈ રાઠોડે સ્ટેટ બેન્ક ઓફિ ઈન્ડિયામાંથી રૂા.૨,૩૫,૦૦૦ ઉપાડ્યાં હતાં અને રૂા.૨૭,૦૦૦ રોકડા તથા પાસબુકો વિગેરે પોતાની એક્ટીવા ટું વ્હીલર વાહનની ડિક્કીમાં મુકી રાખ્યાં હતાં. આ દરમ્યાન તેઓ દાહોદ શહેરની બુરહાની સોસાયટીમાં પનીર લેવા ગયાં હતાં અને પોતાની એક્ટીવ નજીકમાં પાર્ક કરી હતી. આ દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના આસપાસ ત્યાંથી તેઓની એક્ટીવા કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયાં હતાં અને ડિક્કીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૭,૦૦૦ અને બેન્કની પાસબુકો પણ ચોર ઈસમો લઈ નાસી ગયાં હતાં. આ મામલે જગદીશભાઈ જયંતિભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ શહેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.પટેલ સહિત તેમના સ્ટાફે ચોરીની ઘટનાના દિવસોના વિસ્તારના આસપાસના સીસીટીવી ફુટેજાેની ચકાસણી કરી હતી. આ દરમ્યાન લાલ કલરની એક મોટરસાઈકલ પર બે ઈસમોના ફુટેજાે મળતાં ફુટેજાેમાં બંન્ને ઈસમોની ખાનગી રાહે પોલીસે તપાસ કરી હતી જેમાં (૧) દિલેશભાઈ સેપુભાઈ માવી (રહે. વડવા, નિશાળ ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) અને (૨) રાહુલભાઈ જાેરસીંગભાઈ બીલવાળ (રહે. વડવા, નિશાળ ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંન્ને ઈસમોની તાત્કાલિક અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી હતી અને સઘન પુછપરછ કરતાં એક્ટીવની અને રોકડા રૂપીયા ૨૭,૦૦૦ની ચોરી કરી હોવાનું આ ચોરોએ કબુલાત કરી હતી. આમ, દાહોદ શહેર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: