દાહોદ જિલ્લા પંચાયત ખાતે આજરોજ વિવિધ સમિતિઓના અધ્યક્ષની વરણી થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
જિલ્લાના પંચાયતની ચુંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે પોતાનો ભગવો લહેરાવી દીધો હતો ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખની નિયુક્તિ બાદ આજે મહિનાઓના સમય વીતી ગયાં બાદ આજરોજ જિલ્લા પંચાયત દાહોદ ખાતે મળેલ બેઠકમાં વિવિધ સમિતિઓના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી.
આજરોજ તારીખ ૦૫.૦૮.૨૦૨૧ના રોજ દાહોદ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતીઓના અધ્યક્ષની વરણી સમિતિના સભ્યોની સર્વ સમ્મતિથી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શિતલકુમારી બી. વાઘેલા તેમજ ભાજપ સંગઠન અધ્યક્ષ શંકરભાઈ અમલીયાર, પ્રદેશ ભાજપની સુચના મુજબ દાહોદ જિલ્લા પંચાયતની સમિતિઓ અધ્યક્ષની વરણી થઈ હતી જેમાં અપીલ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શીતકુમારી ભાવસિંહ વાઘેલા, બાંધકામ સમિતિમાં રમીલાબેન લલીતસિંહ બારીયા, જાહેર આરોગ્ય સમિતિમાં અશ્વિનકુમાર મનુભાઈ મકવાણા, સામાજીક ન્યાય સમિતિમાં દિનેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃતિમાં પીનલબેન કૃષ્ણરાજ ભુરીયા, શિક્ષણ સમિતિમાં પ્રફુલભાઈ દલસીંગભાઈ ડામોર, ખેત ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં રમીલાબેન વિજયસિંહ રાવત અને કારોબારી સમિતિમાં ઝીથરાભાઈ ભુરાભાઈ ડામોરની સર્વાનુમતે વરણી થઈ હતી.

