દાહોદમાં ટ્રક એસોશીએશનની હડતાળનો ત્રીજાે દિવસ : હડતાળને પગલે દાહોદનું એપીએમસી સુમસાન બન્યું : વેપાર, ધંધા પર માઠી અસર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫

છેલ્લા ત્રણ દિવસથી દાહોદમાં આવેલ એપીએમસીમાં સન્નાટો છવાઈ ગયો છે. દાહોદ એપીએમસના સમગ્ર માર્ગાે અને બજારો સુમસામ ભાસી રહ્યાં છે. દાહોદ જિલ્લા ટ્રક એસોશીએશન દ્વારા દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરેલ છે. વધતાં જતા ડિઝલના ભાવને કારણે પોતાનાને પોસાતું ન હોવાને કારણે અને વેપારીઓ દ્વારા ભાડાઓમાં વધારો ન કરતાં હોવાના ટ્રક એશોશીએશનના આક્ષેપોના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં ટ્રકના પૈડા થંભી જવા પામ્યા છે ત્યારે દાહોદ જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલ એકમાત્ર દાહોદ એપીએમસીના વેપારીઓમાં પણ આ ટ્રક હડતાળના પગલે ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે અને તેઓના વેપારી ધંધા ઉપર પર મોટી અસર પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ટ્રક એસોશીએશન દ્વારા પાડવામાં આવેલ હડતાળનો આજે ત્રીજાે દિવસ છે. આજે ત્રીજા દિવસે પણ ટ્રક એશોશીએશન દ્વારા હડતાળ ચાલુ રાખી છે ત્યારે દાહોદ જિલ્લાના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ટ્રકોના પૈડા થંભી જતાં વેપાર, ધંધાને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. દાહોદના વેપારીઓ અને મીલોના માલિકોને ભારે નુકસાન થયું છે. ત્રણ દિવસથી માલો જતાં નથી. સપ્લાય અટકી ગયો છે. આ ટ્રક હડતાળને પગલે એક મજુરી કામ કરી અને ટ્રકોમાંથી માલસામાન ખાલી કરતાં મજુરીની હાલત પણ કફોડી બની છે. મજુરોને પણ ખુબ મોટું નુકસાન થયું છે. મજુરી થતી નથી. આ મામલે દાહોદ એપીએમસીના વાઈસ ચેરમેનના જણાવ્યાં અનુસાર, ટ્રક હડતાળના પગલે ભારે નુકસાન થઈ રહ્યું છે. સપ્લાય અટકી ગયો છે, ટ્રકવાળાઓનું કહેવું છે કે, ડિઝલના ભાવોમાં વધારો થતાં તેઓએ હડતાળ પાડી છે ત્યારે સરકાર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય લે તો અને સત્વરે આ મામલે ઉકેલ લાવી દાહોદ અને ગુજરાતના વેપારીઓનું નુકસાન જે થાય છે તે થતું અટકે એ પ્રમાણે યોગ્ય પગલાં લે તેવી સરકાર સામે વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: