દાહોદ શહેરમાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન અંતર્ગત શહેરના નગરપાલિકા ચોક ખાતે ભાજપની સરકાર વિરોધ વિરોધ પ્રદર્શન યોજી હાથમાં બેનરો લઈ ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીના જણાવ્યાં અનુસાર, ભાજપ સરકાર દ્વારા પાંચ વર્ષાેમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. દાહોદ નગરપાલિકા માત્રને માત્ર ભ્રષ્ચારનું ગઢ બની ગયું છે. સ્માર્ટ સીટીના નામે પણ ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે વિગેરે જેવા અનેક આક્ષેપો સાથે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે ભારે વિરોધ દર્શાવી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો પણ કર્યાં હતાં.
એક તરફ ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પુર્ણ થતાં દાહોદ જિલ્લામાં ૦૧ ઓગષ્ટ થી લઈ ૦૯ ઓગષ્ટ સુધી જિલ્લાભરમાં વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ આ ઉજવણી કાર્યક્રમનો અને ભાજપના પાંચ વર્ષના સાશનકાળનો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધાવી રહ્યાં છે. કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ નવ દિવસના ઉજવણીના કાર્યક્રમોનો જિલ્લાભરમાં વિરોધ પ્રદર્શનનો યોજી રહી છે ત્યારે આજરોજ દાહોદ શહેરના નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન અંતર્ગત હાથમાં બેનરો લઈ ભાજપની સરકાર વિરોધ ભારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યાં હતાં. દાહોદના કોંગ્રેસના અગ્રણીના જણાવ્યાં અનુસાર, દાહોદમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયાં છે, રસ્તાઓ ખખડધજ થઈ ગયાં છે, સ્માર્ટ સીટીના નામે આવતી લાખ્ખો, કરોડોની રૂપીયાની ગ્રાન્ટોમાં પણ દાહોદમાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લારી,પથારાવાળા, ફેરીયાઓ વિગેરેને દાહોદના સત્તાધિશો દ્વારા ભારે હેરાન પરેશાન કરતાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યાં અનુસાર, ભાજપ સરકાર વિકાસના નામે ખોટા ખોટા લોકોના પૈસાનું પાણી કરી રહી છે, દાહોદમાં સ્માર્ટ સીટીનો કોઈ વિકાસ થયો નથી, દાહોદમાં લોકોને પાણી નથી મળતું, સુવિધા વગરજ, ઘર, દુકાન વિગેરેનો પાલિકા દ્વારા વેરો વસુલ કરવામાં આવી રહ્યો છે, ખોટો ખોટા સીલ મારી વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે, દાહોદમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, ગ્રીન પ્લોટોને તેઓના મળતીયાઓને વેચી નાંખ્યાં છે, ભ્રષ્ટ્રાચારનું એકમાત્ર માધ્યમ નગરપાલિકા બની ગયું છે, ભાજપ સરકાર ખોટા ખોટા તાયફાઓ કરી પ્રજાને ગુમહાર કરી રહી છે વિગેરે જેવા અનેક આક્ષેપો કરી આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન યોજ્યો હતો.