દાહોદ મામલતદાર કચેરી ખાતે ત્રણ ઈસમોએ જમીનના ખોટા બનાવટી હુકમ (દસ્તાવેજ) બનાવી નામ ફેરફાર નોંધ પ્રમાણિત કરાવી લેતાં ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭

દાહોદ શહેરન મામલતદાર ઓફિસમાં ત્રણ ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં નસીરપુર ગામે આવેલ જમીનનો ખોટો બનાવટી હુકમ બનાવી સાચા તરીકે ફેરફાર નોંધ કરાવી દઈ પ્રમાણિત કરાવી દેતાં આ સમગ્ર મામલે દાહોદ શહેર પોલીસ મથક ત્રણ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.૦૫.૦૪.૨૦૧૮ થી તારીખ ૨૩.૦૬.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન  દાહોદ તાલુકાના નસીલપુર ગામે રહેતાં કતીઝા હુમલાભાઈ કશનાભાઈ, દાહોદ તાલુકાના બાવકા ગામે રહેતાં અમરસિંહ કચરાભાઈ રાઠોડ અને ગરબાડા તાલુકાના ટુંકી અનોપ ગામે રહેતાં ભેરવસિંહ ધુળાભાઈ ગોહીલ દ્વારા એકબીજાના મેળાપીપણામાં આગાતરૂં કાવતરૂં રચી કતીઝા હુમલાભાઈ કશનાભાઈની માલિકીની નસીરપુર ગામે આવેલ જમીનને વેચાણ માટેનો બનાવટી હુકમ ઉપરોક્ત ત્રણેય જણાએ તૈયાર કર્યાે હતો અને અમરસિંહ ધુળાભાઈ રાઠોડે આ બનાવટી હુકમ (દસ્તાવેજ) ને સાચા તરીકે જણાવી દાહોદ મામલતદાર કચેરી ખાતે નોંધ પડાવી અરજી આપી હતી.  ઉપરોક્ત ત્રણેય ઈસમોના ના નામે ફેરફાર નોંધ તારીખ ૨૩.૦૬.૨૦૨૧ના રોજ પ્રમાણિત કરાવી દેતાં આ સમગ્ર મામલો દાહોદ મામલતદાર કચેરીના સત્તાધિશોને થતાં આ મામલે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં અમલીયાર પર્વતસિંહ શંશીકાન્તભાઈ દ્વારા ઉપરાક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: