સૂરત ની ઘટના પછી શહેરની અનેક હાઇરાઇઝ બિલ્ડિંગો હોસ્પિટલો અને કોમર્શીયલ બિલ્ડીંગોની તપાસ હાથ ઘરવા મા આવ્યું

દાહોદ તા.25
ગઇ કાલે બનેલી સુરતની ઘટના પછી સફાળું જાગેલા સમગ્ર રાજ્યનું તંત્ર એક્શન મૂડમાં આવ્યું છે ત્યારે સરકારના અને વિવિધ વિભાગના આદેશના પગલે આજ રોજ દાહોદ નગર પાલીકાની ટીમ, વહીવટીતંત્ર અને દાહોદ નું પોલીસતંત્ર પણ આજે સવારથી જ હરકતમાં આવ્યું છે દાહોદ શહેરની અનેક હાઇરાઇઝ બિલ્ડિંગો હોસ્પિટલો અને કોમર્શીયલ બિલ્ડીંગોની તપાસ હાથ ધરી તેમાં ફાયરસેફ્ટીના સાધનો અથવા ફાયરસેફ્ટી ની સિસ્ટમ લગાવેલી છે કે નહીં નિયમ અનુસાર કામગીરી થયેલ છે કે નહીં તેરી ચકાસણી કરી જ્યાં પણ ફાયરસેફ્ટીના સાધનો પૂરતા નથી ત્યાં નોટીસ આપી છે તથા સરકાર શ્રી ની સુચના મુજબ શહેરમાં લગભગ તમામ ટ્યુશન ક્લાસીસ ઉપર પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા તથા ફાયરની ટીમે આજે ત્રાટકીને તમામ ટ્યુશન ક્લાસીસોને સીલ માર્યું હતું જ્યારે શહેરની કેટલીક જીમખાનાને પણ સીલ માર્યું છે આમ વહીવટી તંત્રના સંલગ્ન વિભાગો દ્વારા સમગ્ર દાહોદ નગરમાં આજ ની કામગીરી કરાતા એક પ્રકારની જાગૃતતા સાથેની કુતુહલતા ફેલાવા પામી છે દાહોદનું તંત્ર પણ સવારથી કામે લાગેલું છે અને આજની તમામ વિસ્તારમાં ટીમો બનાવી શહેરની હાઇરાઇઝ બિલ્ડિંગો કોમર્શીયલ બિલ્ડીંગો, ટ્યુશન ક્લાસીસ, હોટલો, મોલ અને જે જગ્યાએ વધુ લોકો ભેગા થાય છે તેવી જગ્યાઓએ સઘન તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી માં લાગી ગયા છે

સુરતમાં બનેલી ગોઝારી ઘટના ખરેખર આપણા સૌના માટે આંખો ખોલનારી ઘટના છે પરંતુ તેમ છતાં આપણે સૌએ ક્ષણિક સક્રિયતા ધારણ કરવાને બદલે સાચા અર્થમાં આવનારા દિવસોમાં કાયદાનું પાલન કરવું જોઈએ અને માત્ર તંત્રના સહારે રહેવાને બદલે આપણે પોતે આપણે બિલ્ડિંગમાં ફાયર એક સીંગ ગીઝર અથવા જો હાઈરાઈઝ બિલ્ડીંગ હોય તો ફાયર હાઇડરન્ટ સિસ્ટમ પણ લગાવી રહી આવા સલામતીના અને ખૂબ જ મહત્વના પોઇન્ટને કોઈ પણ તંત્ર દ્વારા અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા નજર અંદાજ ન કરાય તે પ્રવર્તમાન સંજોગો ની માંગ છે અને આપણે સૌએ આ દિશામાં સામૂહિક ચેતના લાવવાની
ખૂબ જ જરૂરી લાગી રહી છે

દિવા તળે અંધારું વહીવટી તંત્રની કેટલીક કચેરીઓમાં ફાયર સેફટી ના સાધનો નો અભાવ

દાહોદમાં સફાળા જાગેલા ત્રિસ્તરીય તંત્ર દ્વારા આજે ભલે લોકજાગૃતિ અંગે તથા લોકોની સલામતી માટે ખૂબ જ જરૂરી એવું કાર્ય ઉપાડ્યું છે પરંતુ દીવા નીચે અંધારું ક્યારે ઉલેચાશે તે પણ મહત્વનું છે દાહોદ શહેરમાં જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી જિલ્લા સમાહર્તાની કચેરી, અને જેની આ જવાબદારી આવે છે તેવી દાહોદ નગરપાલિકાની બિલ્ડિંગમાં જ આ સુવિધાઓ નથી એટલું જ નહીં દાહોદ નગરપાલિકા દ્વારા નિર્માણાધીન સ્વામી વિવેકાનંદ સંકુલમાં અને તે જ સ્થાને નિર્માણ કરાયેલ દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ આપણ આ સુવિધા નથી ત્યારે આશ્ચર્ય સર્જાય એ વાત અસ્થાને નથી સામાન્ય પ્રજાજનોને નોટિસ આપી ફાયર સેફટી ની એન.ઓ.સી લેવાની આંગળી ચીંધનાર આ તંત્ર પોતાની બિલ્ડિંગોમાં કેટલા કલાકોમાં આ સુવિધાઓ ઉભી કરશે તે પણ અત્યંત મહત્વનું રહેશે
ગઈકાલે સુરત ખાતે બનેલ ગોઝારી આગની ઘટના માં ૧૯ થી પણ વધારે વિદ્યાર્થીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે ત્યારે ઘટનાની ગંભીરતા અને લઇ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી સમગ્ર રાજ્યમાં આદેશો જારી કરી શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાઇરાઇઝ બિલ્ડીંગો કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ વિસ્તારોમાં હોસ્પિટલ તેમજ મોલમાં ફાયર સેફ્ટીના સાધનો ની ચકાસણી માટેની આદેશો અનુસાર આજરોજ સવારે ૧૦ વાગ્યાથી દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર તરફથી શહેરમાં ફાયરસેફ્ટીના કાયદાઓની અલમારી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં દાહોદ કલેકટર વિજય ખરાડી ની આગેવાનીમાં પ્રાંત અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ તેમજ ફાયર ફાયટરોની ટીમ સાથે શહેરના સ્ટેશન રોડ દર્પણ ટોકીઝ રોડ, ઝાલોદ રોડ, મંડાવાવ રોડ, ગોવિંદ નગર, તેમજ ગોદીરોડ ના વિસ્તારમાં આવેલ 12 જેટલાં ટ્યુશન ક્લાસીસો, 2 જીમ, મળી કુલ 14 જેટલી મિલ્કતો માં ફાયરસેફટી ના સાધનો ન મળતા તે મિલ્કતો ને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા હતા તેમજ 13 જેટલાં હોસ્પિટલ તેમજ 1 શેક્ષણિક સંસ્થા મળી કુલ 14 જેટલી મિલ્કતો ને નોટિસ આપી Gujarat fire prevention & life safety act -2013, gujarat municipalities act -1963, bombay shop & establishment act -1948તેમજ crpc ની કલમ 133 મુજબ વહીવટી મુજબ કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!