ઝાલોદ નગરમાંથી જાહેરમાં જુગાર રમતાં ૦૫ જુગારીઓને રૂા.૧૫ હજારની રોકડા સાથે પોલીસે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક શાળાની પાછળ જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાના વડે જુગાર રમી રહેલ ૦૫ જણાને પોલીસે ઝડપી પાડી કુલ રૂા.૧૫,૨૯૦ની રોકડ કબજે લીધાંનું જાણવા મળે છે.
ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ ઝાલોદ નગરમાં આવેલ કુમાર શાળાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પત્તા પાના વડે જુગાર રમી રહેલ નૈમેષભાઈ રમેશભાઈ બારીયા (રહે. ઝાલોદ ફતેપુરા રોડ, દારૂલુમ પાસે), કલ્પેશભાઈ સોમાભાઈ કોળી (રહે. ઝાલોદ, મીઠાચોક, શેઠાણી ફળિયા), વિશાલ પ્રકાશભાઈ બારીયા (રહે. રણિયાર, અમળા ફળિયું), અજ્ઞેશભાઈ અશ્વિનભાઈ સોલંકી (રહે. ઝાલોદ, રાધિકા બાળ મંદિર, રાવળ ફળિયું) અને જીજ્ઞેશભાઈ સુરેશભાઈ કોળી (રહે. કોળીવાડ, ઝાલોદ) નાઓ પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. આ દરમ્યાન ઉપરોક્ત પાંચેય જણાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૫,૨૯૦ની રોકડ રકમ કબજે લઈ ઉપરોક્ત પાંચય જણા વિરૂધ્ધ ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

