ફતેપુરાના મોટાસલરા ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧,૦૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટક કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામેથી પોલીસે એક સ્કોડા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૩૪૨ કિંમત રૂા.૧,૦૩,૪૪૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૦૩,૪૪૦ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી તેમજ અન્ય એક ઈસમ વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામે પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક સ્કોડા ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથેજ તેને ચારેય તરફથી ઘેરી લઈ ચાલક અરવિંદભાઈ ઉર્ફે પ્રવિણભાઈ રાઠોડ (રહે. ગોવિંદપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બોટલો નંગ. ૩૪૨ કિમત રૂા.૧,૦૩,૪૪૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૦૩,૪૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્યારે આ બનાવમાં વધુ એક ઈસમની સંડોવણી બહાર આવી હોવાનું પણ સામે આવ્યું જેથી ફતેપુરા પોલીસે અરવિંદભાઈની સાથે સાથે મહેશભાઈ દેસાઈભાઈ પરમાર (રહે.જલીયાપાનાના મુવાડા, તા. ગોધરા, જિ.પંચમહાલ) વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.