આગામી સપ્તાહે અફઘાનિસ્તાન અંગે મોટો ર્નિણય લેવાશે : અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન

(જી.એન.એસ.), વોશિંગ્ટન,૨૧
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવ્યા બાદ બાઈડને સોમવાર-મંગળવારની રાત્રે પ્રથમ વખત દેશને સંબોધિત કર્યો હતો. આ સમયે તેમણે ત્યાં સર્જાયેલી સ્થિતિ માટે રાષ્ટ્રપતિ અશરફ ગની તથા ત્યાંના લીડરશિપને જવાબદાર ગણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે દેશને સંબોધિત કરી રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં આ તેમનું બીજું સંબોધન છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વ સામે એક મોટું સંકટ સર્જાયું છે. અમે અફઘાનિસ્તાનમાંથી ૧૮ હજાર અમેરિકી નાગરિકોને અને ૧૪ ઓગસ્ટ બાદ ૧૩ હજાર લોકોને કાબુલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ અત્યારસુધીનું સૌથી મુશ્કેલ અને મોટું એરલિફ્ટ ઓપરેશન છે. તાલિબાન માટે પણ ત્યાંની સ્થિતિ એટલી સારી નથી. તેમણે ખાતરી આપી છે કે અમેરિકાના તમામ લોકોને બહાર કાઢવામાં ન આવે ત્યા સુધી અમારી સેના કાબુલમાં ઉપસ્થિત રહેશે. બાઈડને કહ્યું હતું કે અમે ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાન સાથે કામ કર્યું છે. વર્તમાન સમયમાં પણ કાબુલમાં અમારા ૬ હજાર સૈનિક છે. જાે તાલિબાન અમેરિકાની સેના પર હુમલો કરે છે તો એ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. અમે કાબુલ એરપોર્ટની સુરક્ષા કરી રહ્યા છીએ. એનાથી સૈન્ય ઉડાનો ઉપરાંત અન્ય દેશના ચાર્ટર વિમાનોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મારું માનવું છે કે તાલિબાને ખૂબ જ ઝડપથી નિયંત્રણ મેળવી લીધું. અફઘાન લીડરશિપે જલદીથી હથિયાર હેઠાં મૂકી દીધાં. અમે ત્યાં અબજાે ડોલરનો ખર્ચ કર્યો. અફઘાન ફોર્સને તાલીમ આપી. શસ્ત્રોથી સજ્જ આટલી મોટું લશ્કર કેવી રીતે હાર માની લે એ વિચારવાની જરૂર છે. આ એક ગંભીર મુદ્દો છે.
અમારા જવાનો કાબુલ એરપોર્ટની સુરક્ષા કરી રહ્યા છે. એનાથી સૈન્ય ઉડાન ઉપરાંત અન્ય દેશોનાં ચાર્ટર વિમાનોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ૈંજીૈંજીના આતંકવાદી મોટું જાેખમ છે. નાટોના દેશ અમેરિકાની સાથે ઊભા છે. જેલમાંથી ભગાડવામાં આવેલા આતંકવાદીઓ હુમલા કરી શકે છે અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું કરવાનો સમય આવી ગયો હતો. નાટો દેશ પણ આ ર્નિણયથી સહમત હતા. આગામી સપ્તાહે ય્-૭ની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવશે. અગાઉના સંબોધનની તુલનામાં શુક્રવારના સંબોધનમાં બે બાબત અલગ રહી. અગાઉ બાઈડન એકલા આવ્યા હતા અને મીડિયાના પ્રશ્નના જવાબ આપ્યા ન હતા અને ઝડપથી જતા રહ્યા હતા. શુક્રવારે તેમણે પ્રશ્નના જવાબ પણ આપ્યા. આ સમયે તેમની પાછળ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તથા વિદેશમંત્રી એન્ટની બ્લિંકન ઊભાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: