દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે એલ.સી.બી. પોલીસે જાહેરમાં જુગાર રમતાં ૦૬ જુગારીઓને રોકડા રૂા.૧૦,૨૧૦ની રકમ સાથે ઝડપી પાડ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામે ખુલ્લા ખેતરમાં જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમી રહેલા છ જુગારીઓને એલ.સી.બી. પોલીસે દબોચી લઇ તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,210/-ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ ગુણા ગામે આવેલ ખુલ્લા ખેતરમાં એક ઝાડ નીચે જાહેરમાં ગંજી પત્તા પાનાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા અલ્કેશભાઇ માનસિંગભાઈ બારીઆ, સંજયકુમાર અમરસિંહ વણઝારા, રંગીતભાઈ ચીમનભાઈ બારીઆ, પ્રકાશકુમાર પરસિંગભાઈ બારીઆ, ઇશ્વરભાઇ ચીમનભાઈ બારીઆ અને હિતેશકુમાર ચંદ્રસિંહ બારીઆ (તમામ રહેવાસી. ગુણા, તાલુકો, દેવગઢ બારીયા) નાઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. આ અંગેની બાતમી દાહોદ એલ.સી.બી. પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારી છ જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,210/- ની રોકડ રકમ કબજે કરી છ જુગારીઓ વિરુદ્ધ પીપલોદ પોલીસ મથકે એલસીબી પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: