દાહોદ શહેરમાં બે જુદી જુદી જગ્યાએ જુગાર ધામ પર પોલીસનો સપાટો : ૦૯ જુગારીઓ જેલ ભેગા : રોકડા રૂપીયા પણ કબજે કરાયાં : પોલીસને જાેઈ કેટલાંક જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.24

દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ સિંગલ ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા પાંચ પૈકી ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા 18,490/- ની રોકડ રકમ સાથે એક મોબાઈલ ફોન કબ્જે કર્યાનું જાણવા મળે છે. ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ, સિંગલ ફળિયામાં આવેલ સાસીવાડની વાડીની બહાર જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલ સુનિલભાઈ રામુભાઈ ભાટ (રહેવાસી. જીવનદીપ સોસાયટી, મહુડી જોલા ફળિયુ, દાહોદ), વિષ્ણુભાઈ ઉદેશીંગ તેરવા (સાસી) (રહેવાસી, દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દર્શન રઘુવીર ચૌહાણ (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા), દિલીપ ઉર્ફે દિલ્લુ લાલચંદ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) અને રવિ ભગાભાઈ સાસી (રહેવાસી. દાહોદ, ગોદી રોડ, સિંગલ ફળિયા) આ પાંચેય જણા જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાની સાથે પોલીસે આ સ્થળે પહોંચી તો છાપો માર્યો હતો અને છાપો મારતાની સાથે જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં રવિ ભગાભાઈ સાસી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય ૪ જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 18,490/- ની રોકડ રકમ તેમજ એક મોબાઈલ ફોન કબ્જે લઇ પાંચ જુગારીઓ વિરુદ્ધ દાહોદ શહેર પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરમાં આવેલ કસ્બા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા છ પૈકી પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા 10,750/- ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે. ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ દાહોદ શહેરમાં આવેલ કસ્બા કેમલા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા એજાઝખાન ઇનામખાન પઠાણ (રહેવાસી. કસ્બા,કલાલ જાપા, દાહોદ), ઈરફાન સિકંદરભાઈ કાનુગા (રહેવાસી. કસ્બા, કલાલ છાપા, દાહોદ), સલમાન જાકીરભાઇ શેખ (રહેવાસી.ગરબાડા), જિલાનીભાઈ રસુલભાઇ કુરેશી (રહેવાસી. કસ્બા,જુના વણકરવાસ, દાહોદ), ફીરદોસ ઉર્ફે ચાસણી યુસુફભાઈ પીંજારા (રહેવાસી. દાહોદ, કસ્બા ઘાંચીવાડ) અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી (રહેવાસી. દાહોદ, કસ્બા બારીયાવાડ) આ છ જણા જાહેરમાં જુગાર રમતા હતા. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતા પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસને જોઇ જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફિરોજ ઉર્ફે બચ્ચો યુનુસ સાજી નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે અન્ય પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,750/- ની રકમ કબજે કરી દાહોદ શહેર પોલીસે 6 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: