દાહોદ શહેરમાં એક દુકાનના ગલ્લામાંથી બે અજાણ્યા ચોર ઈસમો રોકડા રૂપીયા ૩૫ હજાર રૂપીયા ભરેલ પાકીટ લઈ ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે એક દુકાનમાં બે જેટલા અજાણ્યા ઈસમો આવી તેલના ડબ્બા લેવાનું કહી એકે દુકાનદાર અને તેના સંબંધીને વાતોમાં વ્યસ્ત કરી અન્ય એકે દુકાનના ગલ્લામાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૩૫,૦૫૦નું પાકીટ લઈ બંન્ને અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૨૩મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે ઉકરડી રોડ ઉપર આવેલ સી.ટી. સેન્ટર જાંબુઘોડા એન્ટર પ્રાઈઝની દુકાનમાં બે અજાણ્યા ચોર ઈસમો આવ્યાં હતાં અને તેલના ડબ્બા લેવાનું કહી દુકાનના માલિક સબ્બીરભાઈ અબ્દુલહુસેન જાંબુઘોડાવાલા અને તેના સ્વજન સાથે બે અજાણ્યા ચોર ઈસમો વાતચીત કરવા લાગ્યાં હતાં અને આ દરમ્યાન એક ઈસમે દુકાનના ગલ્લામાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૩૫,૦૫૦નું પાકીટ કાઢી લીધું હતું. આ બાદ બંન્ને અજાણ્યા ચોર ઈસમો ત્યાંથી નાસી ગયાં બાદ સબ્બીરભાઈએ દુકાનમાં જાેતા રોકડા રૂપીયા ભરેલ પાકીટ ગાયબ હતું અને દુકાન ઉપર આવેલ અજાણ્યા ઈસમો ઉપર શંકા જતાં આ મામલે સબ્બીરભાઈ અબ્દુલહુસેન જાંબુઘોડાવાલાએ દુકાનમાં આવેલ અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.