દાહોદ શહેરમાં બે ઈસમોએ કરાર આધારિત ભાડાની દુકાન ખાલી નહીં કરી ગેરકાયદે કબજાે જમાવી રાખતાં દુકાનના માલિક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ શહેરમાં આવેલ એમ.જી.રોડ ખાતે એક કોમ્પલેક્ષમાં દુકાનના માલિકે પોતાની બે દુકાનો બે વ્યક્તિઓને ૧૧ માસના કરાર આધારિત ભાડા પેટે આપી હતી. આ કરાર પુરો થતાં દુકાન ખાલી નહીં કરી ગેરકાયદે કબજાે કરતાં આ સંબંધે દુકાનના માલિક દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ઉકરડી રોડ નુર મહોલ્લા ખાતે રહેતાં સોફીયા સેફીભાઈ કુત્બુદ્દીન ભાભરાવાળાની દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતે આવેલ કુકડા ચોકમાં સી.સ.ન. ૧૯૧૩ પૈકી વાળી જમીનમાં કૃષ્ણા શિવ કોમ્પલેક્ષમાં પુર્વ દિશા અને પશ્ચિમ દિશા બાજુની બે દુકાનો મહેશકુમાર રામ ભરોશેલાલ વર્મા (રહે. ગોધરા રોડ, નરસીંગ કોલોની, દાહોદ) અને રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીય (રહે. ગોધરા રોડ, જનતા કોલોની, દાહોદ) નાઓએ સોફીયાબેન પાસેથી અગીયાર માસના ભાડા કરાર ઉપર દુકાનો ભાડે લીધી હતી. તારીખ ૩૦.૦૭.૨૦૨૦ થી તારીખ ૨૪.૦૮.૨૦૨૧ના સમયગાળામાં આ કરાર પુરો થતાં સોફીયાબેન દ્વારા પોતાની દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું પરંતુ મહેશકુમાર અને રાકેશસિંહ દ્વારા ભાડાની દુકાનો ખાલી નહીં કરી ગેરકાયદે કબજાે જમાવી લેતાં આ સંબંધે સોફીયા સેફીભાઈ ભાભરાવાળાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.