દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એલ.સી.બી. પોલીસનો સપાટો : ૧૧ જુગારીઓને ઝડપી પાડી પોલીસે રૂા.૩૭ હજારની રોકડ રકમ કબજે કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એલ.સી.બી. પોલીસે જાહેરમાં રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે ૧૧ જેટલા જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપીયા ૩૭,૨૨૦ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૨૬મી ઓગષ્ટના રોજ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બારીઆ રોડ, પાણીની ટાંકી પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારી જુગાર રમતાં રસીદભાઈ ફારૂકભાઈ ઘાંચી, ઈરફાનભાઈ ફારૂકભાઈ ઘાંચી, સલીમભાઈ ગનીભાઈ મન્સુરી, મોસીનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી, રોહીતભાઈ બકાભાઈ સોલંકી, ભરતભાઈ ગોપાળભાઈ ડાયરા, હિંમતસિંહ કલસિંહ પટેલ, ગોવિંદભાઈ અમરસિંહ વણઝારા, લલીતકુમાર રમણભાઈ બારીયા, નિકુલભાઈ વાસુભાઈ ગોહીલ અને સુનીલભાઈ રાજેન્દ્રભાઈ ભાટીયા (તમામ રહે. પીપલોદ અને અસાયડી)નાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલા ઉપરોક્ત જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી પોલીસે કુલ રોકડા રૂપીયા ૩૭,૨૨૦ની રોકડ રકમ કબજે કરી હતી અને ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીપલોદ પોલીસે તમામ ઝડપાયેલ જુગારીઆએ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: