દાહોદ શહેરના મોટા ડબગરવાડમાં પોલીસનો સપાટો : જાહેરમાં જુગાર રમતાં ૦૫ પૈકી ૦૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યાં : એક જુગારી ફરાર : રૂા.૧૨ હજારની રોકડ રકમ કબજે
દાહોદ તા.૨૬
દાહોદ શહેરમાં આવેલ મોટા ડબગરવાડમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૦૫ પૈકી ૦૪ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૨,૭૫૫ ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે જ્યારે ફરાર એક જુગારીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાં આવેલ મોટા ડબગરવાડમાં રમાતા જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ રેડમાં પોલીસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ચિરાગ કમલેશ દેવડા, પિયુશભાઈ કમલેશભાઈ દેવડા, જીતેન્દ્રકુમાર ભિખાભાઈ દેવડા, જગદીશભાઈ અરવિંદભાઈ ડબગર (ચારેય રહે. ડબગરવા, દાહોદ) ને પોલીસે દબોચી લીધાં હતાં જ્યારે ચેતનભાઈ અમરતભાઈ દેવડા (રહે. ડબગરવાડ) પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૨,૭૫૫ ની રોકડ રકમ કબજે કરી પાંચેય જુગારીઓ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.